શું તમે પણ કલાકો સુધી જુઓ છો રીલ્સ? સુધરી જજો..નહીતર થશે આ ગંભીર બિમારીઓ
હાર્વર્ડ મેડિકલ સ્કૂલના એક રિસર્ચ અનુસાર, લાંબા સમય સુધી રીલ્સ અને વીડિયો જોવાથી તમે માસ સાયકોજેનિક ઈલનેસ (Mass Psychogenic Illness) નો શિકાર બની શકો છો.
Trending Photos
Mobile Side Effects: આજકાલ લોકો માઇન્ડને રિલેક્સ કરવા માટે મોબાઈલનો સહારો લે છે. તે મોબાઈલમાં વેબ સિરીઝ જુએ છે. તેઓ ઇન્સ્ટાગ્રામ રીલ્સ જુએ છે અને તેમને ગમે તે જુએ છે. અમને લાગે છે કે રીલ્સ, વીડિયો અને વેબ સિરીઝ જોઈને આપણું મન શાંત રહે છે. જ્યારે સાયન્સની દુનિયાએ તેને એક બિમારી સાથે જોડી દીધું છે, જેના વિશે જાણવું તમારા માટે જરૂરી છે. સ્ક્રોલિંગ રીલ્સ આજકાલ સામાન્ય બાબત બની ગઈ છે. પરંતુ કેટલાક લોકો વીડિયો જોવામાં ઘણા કલાકો વિતાવે છે, જે ચિંતાનો વિષય છે.
શરૂ થયો 3 રાશિવાળાનો સારો સમય, સૂર્યનું નક્ષત્ર પરિવર્તન આપશે અઢળક ધન-સંપત્તિ
Gold Astrology: સોનું પહેરવાનો શોખ હોય તો જાણી લેજો! કોના માટે છે શુભ કોના માટે અશુભ
Chanakya Niti: આ ત્રિપુટીનો સાથ મળી ગયો તો સમજો બેડો થઇ ગયો પાર, સફળતા તમારી પગ ચૂમશે
હાર્વર્ડ મેડિકલ સ્કૂલના એક રિસર્ચ અનુસાર, લાંબા સમય સુધી રીલ્સ અને વીડિયો જોવાથી તમે માસ સાયકોજેનિક ઈલનેસ (Mass Psychogenic Illness) નો શિકાર બની શકો છો. આ રોગના શરીરમાં ઘણા લક્ષણો જોવા મળે છે, જેને લોકો ઘણીવાર સામાન્ય સમજવાની ભૂલ કરે છે, જેમ કે કોઈની સાથે વાત કરતી વખતે પગ ધ્રૂજવા. આ રોગનું આ પ્રથમ લક્ષણ છે.
પાણી પીવાનો યોગ્ય સમય કયો? ખોટા સમયે પાણી પીવાથી શરીરમાં થાય છે આ ખતરનાક વિપરિત અસર
આ 5 વસ્તુઓ સાથે કારેલા ખાશો તો સમજો શરીરને ફાયદાને બદલે થશે નુકસાન
હોઈ શકે છે ADHD
એવા ઘણા લોકો છે જેઓ વિડિયો સંપૂર્ણ રીતે જોઈ શકતા નથી અને સતત વિડિયો બદલતા રહે છે. એટલે કે તેમના માટે એક વીડિયોને વળગી રહેવું મુશ્કેલ બની જાય છે. એવામાં લોકોનું ધ્યાન ભટકવા લાગે છે અને તેઓ એક વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી. આ સ્થિતિને એટેન્શન ડેફિસિટ હાયપરએક્ટિવિટી ડિસઓર્ડર (ADHD) તરીકે ઓળખવામાં આવે છે.
પરવળ એવી સબ્જી જે બ્લડ પ્યૂરીફાઇ કરે છે, પરંતુ તેને ખાવાથી થાય છે આ નુકસાન
ઓછા ખર્ચમાં એપ્પલ બોરની ખેતી કરી 6 મહિનામાં જ કરો તગડી કમાણી, આ રીતે થાય છે ખેતી
પીઠ અને ગરદનનો દુખાવો
આ સિવાય કેટલાક લોકો અન્યની પોસ્ટ પર વધુ લાઈક્સ, વ્યૂ અને કોમેન્ટ જોઈને ચિંતા અને તણાવગ્રસ્ત થઈ જાય છે. ઘણા લોકો તેના કારણે ડિપ્રેશનનો શિકાર પણ બની જાય છે. હેલ્થ એક્સપર્ટના મતે દરરોજ કલાકો સુધી મોબાઈલ જોવાથી પીઠ અને ગરદનમાં ભારે દુખાવો થઈ શકે છે. કારણ કે લોકો ગરદન વાળીને ફોનનો ઉપયોગ કરે છે. તેનાથી કરોડરજ્જુ પર પણ ખરાબ અસર પડી શકે છે. એટલું જ નહીં, તમે ઊંઘ ન આવવી, માઈગ્રેન, માથાનો દુખાવો, ડિપ્રેશન વગેરે જેવી સમસ્યાઓનો શિકાર પણ બની શકો છો.
ઝડપથી ભારતની નાગરિકતા છોડી રહ્યા છે લોકો... જાણો જૂન સુધી કેટલા લોકોએ છોડ્યો દેશ
ગુજરાતી 'ભાઇ' અને 'બેન' માટે પાસપોર્ટ બનાવવામાં પડે છે મુશ્કેલી! જાણો કેમ?
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે