Facebook એ કાઢી મુકેલા કર્મચારીનો ઘટસ્ફોટ! જાણી જોઈને તમારી સાથે ફેસબુક કરે છે આવું
જ્યોર્જને નવેમ્બરમાં ફેસબુકમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. તેણે ટેક કંપની સામે મેનહટન ફેડરલ કોર્ટમાં દાવો કર્યો હતો. ત્રીસ વર્ષીય જ્યોર્જ ફેસબુક મેસેન્જર એપના ડેવેલોપમેન્ટમાં સીધી રીતે સંકળાયેલા હતા. કાર્યવાહીમાં, હેવર્ડના એટર્ની ડેન કૈસરે જણાવ્યું હતું કે વપરાશકર્તાના સ્માર્ટફોનની બેટરી પૂરી થવાથી તેઓ જોખમમાં આવી શકે છે.
Trending Photos
નવી દિલ્હીઃ જ્યોર્જ હેવર્ડ, ભૂતપૂર્વ ફેસબુક એમ્પ્લાઈ છે જેણે અગાઉ કંપનીમાં ડેટા સાયન્ટિસ્ટ તરીકે કામ કર્યું હતું. તેણે કહ્યું કે તેને ફેસબુકમાંથી એટલા માટે કાઢી મૂકવામાં આવ્યો હતો. કારણ કે, તેણે નેગેટિવ ટેસ્ટિંગમાં જોડાવાનો ઈનકાર કર્યો હતો. જ્યોર્જે કહ્યું, 'મેં મારા મેનેજરને કહ્યું કે તેનાથી કોઈને નુકસાન થઈ શકે છે. પરંતુ, તેમણે કહ્યું કે અમે કેટલાકને નુકસાન પહોંચાડીને વધુ લોકોને મદદ કરી શકીએ છીએ.
જ્યોર્જને નવેમ્બરમાં ફેસબુકમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. તેણે ટેક કંપની સામે મેનહટન ફેડરલ કોર્ટમાં દાવો કર્યો હતો. ત્રીસ વર્ષીય જ્યોર્જ ફેસબુક મેસેન્જર એપના ડેવેલોપમેન્ટમાં સીધી રીતે સંકળાયેલા હતા. કાર્યવાહીમાં, હેવર્ડના એટર્ની ડેન કૈસરે જણાવ્યું હતું કે વપરાશકર્તાના સ્માર્ટફોનની બેટરી પૂરી થવાથી તેઓ જોખમમાં આવી શકે છે. ખાસ કરીને તે પરિસ્થિતિઓમાં જ્યારે તેમને તાત્કાલિક કોઈની સાથે વાત કરવી હોય. જો કે, મેટાની નોકરીની શરતોએ હેવર્ડને તેનો દાવો પડતો મૂકવા અને તેના કેસને આર્બિટ્રેશનમાં મૂકવા દબાણ કરવામાં આવ્યું. ફોન એરેનાએ પોતાના એક રિપોર્ટમાં આ જાણકારી આપી છે.
કૈસરના જણાવ્યા મુજબ, મોટાભાગના લોકો જાણતા નથી કે ફેસબુક જેવા સોશિયલ મીડિયા દિગ્ગજો જાણી જોઈને તમારી બેટરીને ડ્રેઈન કરી શકે છે. હેવર્ડે માહિતી આપી હતી કે કંપનીએ તેમને અગાઉ પણ એક ટ્રેઈનિંગ ડોક્યુમેન્ટ્સ આપ્યા હતા. આ ડોક્યુમેન્ટ્સનું ટાઈટલ હતું 'કેવી રીતે નેગેટિવ ટેસ્ટ કરવા જોઈએ'. આવી સ્થિતિમાં, એવું માની શકાય કે મેટા નિયમિતપણે આવા પરીક્ષણો કરે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે