માત્ર 9999 રૂપિયામાં મળી રહ્યો છે 17 હજારવાળો 5G સ્માર્ટફોન, મળે છે પ્રીમિયમ ગ્લાસ ડિઝાઇન

જો તમે પણ ઓછી કિંમતમાં શાનદાર 5જી સ્માર્ટફોન લેવાનું વિચારી રહ્યાં છો તો ફ્લિપકાર્ટ પર ગજબની ઓફર ચાલી રહી છે. આવો જાણીએ શું છે આ ઓફર અને તમે કેટલા સસ્તામાં ફોન ખરીદી શકો છો.

માત્ર 9999 રૂપિયામાં મળી રહ્યો છે 17 હજારવાળો 5G સ્માર્ટફોન, મળે છે પ્રીમિયમ ગ્લાસ ડિઝાઇન

નવી દિલ્હીઃ ફ્લિપકાર્ટ પર મોબાઈલ એન્ડ મોબાઈલ ફેસ્ટ સેલ ચાલી રહ્યો છે. સેલમાં ગ્રાહકોને મોટી બ્રાન્ડના ફોન પર ડિસ્કાઉન્ટ મળી જશે. તેવામાં આપણે ઓનલાઈન કોઈ સારી ડીલ શોધતા હોઈએ છીએ. જો તમે પણ સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યાં છો તો તમને શાનદાર ડીલ હેઠળ પોકો M6 Pro 5G ખુબ ઓછી કિંમતમાં મળી જશે. 

ફ્લિપકાર્ટ પર ઉપલબ્ધ જાણકારી પ્રમામે પોકોના આ ફોનને ગ્રાહક 16999 રૂપિયાની જગ્યાએ 9999 રૂપિયામાં ખરીદી શકે છે. ફોન 6જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ સાથે આવે છે. આ ફોન પ્રીમિયમ ગ્લાસ ડિઝાઇન સાથે આવે છે. આવો જાણીએ કેવા છે આ ફોનના ફીચર્સ...

જાણો ફીચર્સ
Poco M6 Pro 5G ના ફીચર્સની વાત કરીએ તો આ ફોનમાં 90Hz રિફ્રેશ રેટ અને 240Hz ટચ સેમ્પલિંગ રેટની સાથે 6.79 ઇંચ FHD+ ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ડિસ્પ્લે ગોરિલ્લા ગ્લાસ 3નું લેયર પણ છે. પોકોનો આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 13 બેસ્ડ  MIUI 14 પર ચાલે છે અને તેમાં Qualcomm Snapdragon 4 Gen 2 નું પ્રોસેસર આપવામાં આવ્યું છે. તેમાં 3 વર્ષના સિક્યોરિટી અપડેટ્સની સેથા ગ્રાહકોને 2 મેજર OS અપડેટ્સ પણ મળશે.

કેમેરાની વાત કરીએ તો પોકો ફોનના રિયરમાં 50 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા અને 2 મેગાપિક્સલનું ડેપ્થ સેન્સર આપવામાં આવ્યું છે. સેલ્ફી માટે ફોનના ફ્રંટમાં 8 મેગાપિક્સલનો કેમેરો છે.

મળશે દમદાર બેટરી
ફોનને પાવર આપવા માટે 5,000mAh ની બેટરી આપવામાં આવી છે, જે 18W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. કનેક્ટિવિટી માટે ફોનમાં USB type-C  પોર્ટ છે. તે ડસ્ટ અને સ્પ્લેશ રેજિસ્ટેન્સ માટે IP53 રેટેડ છે. Poco M6 Pro 5G માં ફિંગરપ્રિન્ટ સેન્સર સાઇડ મઉન્ટેડ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news