Free Dish લગાવી રહી છે સરકારી કંપની, રિચાર્જ વગર જોઈ શકાશે ટીવી ચેનલ, અહીં કરો અરજી

Dish DTH લગાવવા વિશે વિચારી રહ્યાં છો તો અમે  DD Dish ની જાણકારી તમને આપી રહ્યાં છીએ. તેની મદદથી તમે સરળતાથી ડિશ લગાવી શકો છો. જો તમે અરજી કરવા ઈચ્છી રહ્યાં છો તો અમે તમને નંબર જણાવી રહ્યાં છીએ. અહીં તમે અરજી કરી શકો છો. 
 

Free Dish લગાવી રહી છે સરકારી કંપની, રિચાર્જ વગર જોઈ શકાશે ટીવી ચેનલ, અહીં કરો અરજી

નવી દિલ્હીઃ Dish TV રિચાર્જની ચિંતા તમને દર મહિને રહે છે. તેવામાં અમે તમને સરકારની એક નવી સ્કીમની જાણકારી આપવાના છીએ. તમે તે જાણીને ચોકી જશો કે સરકાર તરફથી Free Dish connection નો વિકલ્પ આપવામાં આવે છે. તેની મદદથી તમે ઘરે ડીશ લગાવી શકો છો અને યૂઝર્સે કોઈ રિચાર્જ કરાવવાની પણ જરૂરીયાત રહેશે નહીં. 

કઈ રીતે લગાવી શકો છો ડિશ?
DD તરફથી Free Dish DTH સર્વિસનો વિકલ્પ આપવામાં આવી રહ્યો છે. આ પબ્લિક સર્વિસ બ્રોડકાસ્ટર પ્રસાર ભારતી તરફથી આપવામાં આવે છે અને તેની શરૂઆત વર્ષ 2004માં થઈ હતી. આ સર્વિસ હાસિલ કર્યા બાદ તમને Free-to-Air (FTA) Direct-To-Home (DTH) આપવામાં આવે છે. એટલે કે તમારે દર મહિને રિચાર્જ કરાવવાની ચિંતા રહેતી નથી. 

તેને તમે સરળતાથી એક વખત ખર્ચ કરી લગાવી શકો છો. આ સર્વિસ ખરીદવા માટે તમારે એક વખત 2 હજાર રૂપિયાનો ખર્ચ કરવો પડશે. ત્યારબાદ કોઈ રિચાર્જ કરાવવાની જરૂર નથી. એટલે કે તમે હંમેશા ફ્રી ટીવી ચેનલ જોઈ શકશો. સાથે કોમ્પેક્ટ સાઇઝ એન્ટીના પણ મળી રહ્યું છે. આ ખુબ મોટું DTH પ્લેટફોર્મ પણ છે. 

કઈ રીતે કરશો અરજી
Dish તમે ફોન નંબર પર સંપર્ક કરી શકો છો. તે માટે બે નંબર આપવામાં આવ્યા છે. પ્રથમ નંબર છે - 1800114554 જ્યારે બીજો નંબર છે 011-25806200..  તમે આ નંબર પર સંપર્ક કરી જાણકારી હાસિલ કરી શકો છો. સાથે લોકલ કેબલ પ્રોવાઇડરની મદદથી પણ તમે અરજી કરી શકો છો. આ પ્રોસેસને ફોલો પણ કરવામાં આવી રહી છે. રિસીવર લોકલ પણ ફિટ કરાવી શકાય છે. તે માટે તમારે ફી આપવી પડશે. 

આ માટે તમારી પાસે ટીવી હોવું જરૂરી છે અને અલગથી કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં. તેની ખાસિયત છે કે તમારે દર મહિને રિચાર્જ કરાવવું પડશે નહીં. તેમાં તમને કેટલીક ચેનલ ફ્રી જોવા મળશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news