પૈસા વસૂલ ઓફર! ₹9499 માં ખરીદો 44 હજારનો Pixel 6a, નવા વર્ષમાં 5G થઈ જશે સ્માર્ટફોન
Google Pixel 6a offer: જો તમે પણ એક શાનદાર સ્માર્ટફોન શોધી રહ્યાં છો તો ગૂગલ પિક્સલ એક સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. 44 હજારની કિંમતના આ 5જી સ્માર્ટફોનને તમે ઓફરમાં મોટા ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકો છો.
Trending Photos
નવી દિલ્હીઃ 2022 પૂર્ણ થવામાં કલાકોનો સમય બાકી છે અને જો તમે તમારા પરિવાર કે પ્રિયજનો માટે સ્માર્ટફોન ખરીદવા ઈચ્છો છો તો આજે અમે તમને એક દમદાર ઓફરની માહિતી આપી રહ્યાં છીએ. ખાસ કરીને જો તમે એક મિડ રેન્જ ફોન શોધી રહ્યાં છો તો Pixel 6A એક સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. 44 હજારની કિંમતવાળો સ્માર્ટફોન તમે 10 હજારની અંદર ખરીદી શકો છો. પરંતુ આટલી ઓછી કિંમતમાં ફોન ખરીદવા માટે તમારે મળી રહેલી ઓફર્સનો લાભ ઉઠાવવો પડશે. હાલમાં ગૂગલે જાહેરાત કરી છે કે 2023ના પહેલા ક્વાર્ટરમાં તે પોતાના પિક્સેલ ફોન માટે 5જી સપોર્ટ રોલઆઉટ કરશે અને લિસ્ટમાં Pixel 6A નું નામ પણ છે. ખરીદવાનો પ્લાન છે તો આગળ વાંચો...
10 હજારથી ઓછી કિંમતમાં 44 હજારનો Pixel 6A
હકીકતમાં 43999 રૂપિયાની એમઆરપીવાળો Google Pixel 6A (6GB+128GB) આ સમયે 14 હજારની છૂટની સાથે 29999 રૂપિયામાં ખરીદી માટે ઉપલબ્ધ છે. જો તમારી પાસે બેન્ક ઓફ બરોડાનું કાર્ડ છે તો આ ફોન પર 2000 રૂપિયાની છૂટ મેળવી શકો છો અને તમારી પાસે ફેડરલ બેન્કનું કાર્ડ છે તો તમે તત્કાલ 3000 ની છૂટ મેળવી શકો છો. બેન્ક ઓફર લાગૂ કર્યા બાદ ફોનની કિંમત ઘટીને 26999 રૂપિયા થઈ જશે.
ફ્લિપકાર્ડ ફોન પર 17500 રૂપિયા સુધીના એક્સચેન્ડ બોનસની રજૂઆત કરી રહ્યું છે. પરંતુ એક્સચેન્જ બોનસની રકમ સંપૂર્ણ રીતે તમારા જૂના ફોનની કંડીશન, બ્રાન્ડ અને મોડલ પર નિર્ભર છે. માની લો કે તમે પૂરા એક્સચેન્જ બોનસનો લાભ ઉઠાવવામાં સફળ થાવ છો તો ફોનની કિંમત માત્ર 9499 રૂપિયા (29999 - 3000- 17500) રહી જશે. છે કે કમાલની ડીલ? એટલે કે ઓફર પૂરી થઈ જાય તે પહેલા તમે લાભ ઉઠાવી શકો છો.
Google Pixel 6A ની ખાસિયત
Google Pixel 6A ફુલ-એચડી પ્લસ રિઝોલ્યૂશનની સાથે 6.1 ઇંચની OLED ડિસ્પ્લેની સાથે આવે છે. ડિસ્પ્લે કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 4 પ્રોટેક્શન સાથે આવે છે. આ સ્માર્ટફોન એક ઓક્ટા-કોર ગૂગલ ટેન્સર ચિપસેટ પર કામ કરે છે, જેને ટાઇટન M2 સિક્યોરિટી કોપ્રોસેસરની સાથે 6GB LPDDR5 રેમ અને 128જીબી ઈન્ટરનલ સ્ટોરેજની સાથે આવે છે. ફોટોગ્રાફી માટે સ્માર્ટફોનમાં 12.2 મેગાપિક્સલનું પ્રાઇમરી સેન્સર અને 12 મેગાપિક્સલના સેકેન્ડરી લેન્સની સાથે ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ છે. ફ્રંટમાં સેલ્ફી માટે 8 મેગાપિક્સલનો કેમેરો છે. કનેક્ટિવિટી માટે ફોનમાં 5G, 4G LTE, વાઈ-ફાઈ 6E અને બ્લૂટૂથ V5.2 સપોર્ટ સામેલ છે. સ્માર્ટફોનમાં ચાર્જિંગ માટે યૂએસબી ટાઈપ-સી પોર્ટ પણ છે. ફોનને પાવર આપવા માટે 4410 એમએએચની બેટરી આપવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે