Google Pay એપ પર લાઇવ થયું ધાંસૂ ફીચર, પીન વિના કરી શકશો ટ્રાંજેક્શન

how to activate UPI lite: નોંધનીય છે કે UPI લાઇટ સપ્ટેમ્બર 2022 માં ભારતીય રિઝર્વ બેંક (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસ દ્વારા લો-વેલ્યુ UPI ચૂકવણીને ઝડપી અને સરળ બનાવવા માટે લોન્ચ કરવામાં આવી હતી. UPI લાઇટ દ્વારા, તમે એક જ ક્લિકથી ઘણા નાના દૈનિક વ્યવહારો સરળતાથી કરી શકશો.

Google Pay એપ પર લાઇવ થયું ધાંસૂ ફીચર, પીન વિના કરી શકશો ટ્રાંજેક્શન

Google pay UPI Lite: જો તમે UPI પેમેન્ટ પ્લેટફોર્મ PhonePe (Google Pay) ના યુઝર છો, તો તમારા માટે સારા સમાચાર છે. ખરેખર, Google Pay યુઝર્સ માટે UPI પેમેન્ટ કરવાનું વધુ સરળ બની ગયું છે. ખરેખર, કંપનીએ UPI Lite ફીચરને તેની એપ પર લાઇવ કરી દીધું છે. હવે યુઝર્સ PIN (UPI PIN) દાખલ કર્યા વિના સરળતાથી 200 રૂપિયા સુધીની ચુકવણી કરી શકે છે. તાજેતરમાં Paytm અને PhonePe એ પણ આ ફીચર શરૂ કર્યું છે.

Honda એ 'છાનામાના' લોન્ચ કરી દીધું આ નવું સસ્તું સ્કૂટર, ભુક્કા કાઢી નાખે એવા ફીચર્સ
આવી ગઇ ખુશખબરી! ટાટા ગ્રુપે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 1 લાખ બદલે મળશે 7 કરોડ
રૂપિયાથી નહી રોકાણ કરી બનો માલામાલ, અઢળક નફો છતાં ટેક્સની ઝંઝટમાંથી મળશે મુક્તિ
Rule & Regulation: હેલ્મેટ પહેર્યું હશે તો પણ કપાશે ચલણ! તમે પણ કરી રહ્યા છો આ ભૂલ?

નોંધનીય છે કે UPI લાઇટ સપ્ટેમ્બર 2022 માં ભારતીય રિઝર્વ બેંક (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસ દ્વારા લો-વેલ્યુ UPI ચૂકવણીને ઝડપી અને સરળ બનાવવા માટે લોન્ચ કરવામાં આવી હતી. UPI લાઇટ દ્વારા, તમે એક જ ક્લિકથી ઘણા નાના દૈનિક વ્યવહારો સરળતાથી કરી શકશો.

200 રૂપિયા સુધીના વ્યવહારો માટે કોઈ પિનની જરૂર નથી
UPI લાઇટ વૉલેટ યૂઝર્સને એકવાર લોડ કર્યા પછી રૂ. 200 સુધીના ઇંસ્ટેટ ટ્રાંજેક્શનની મંજૂરી આપે છે. રૂ.200 સુધીના વ્યવહારો માટે કોઈ પિનની જરૂર પડશે નહીં. આ પેમેન્ટ પ્રક્રિયાને સરળ અને ઝડપી બનાવશે. આમાં એક સમયે વધુમાં વધુ 2 હજાર રૂપિયા ઉમેરી શકાય છે. તમે UPI Lite દ્વારા 24 કલાકમાં વધુમાં વધુ રૂ. 4,000 ખર્ચી શકો છો.

Google Pay માં કેવી રીતે એક્ટિવ કરશો યૂપીઆઇ લાઇટ ફીચર
- Google Pay ઍપ ઓપન કરો.
- એપ્લિકેશનની હોમ સ્ક્રીનના ઉપરના જમણા ખૂણામાં તમારા પ્રોફાઇલ પિક્ચર પર ક્લિક કરો.
- ત્યારબાદ UPI લાઇટ પે પિન ફ્રી પર ક્લિક કરો અને સૂચનાઓને અનુસરો.
- પૈસા ઉમેરવા માટે, UPI Lite ને સપોર્ટ કરતું હોય તેવું પાત્ર બેંક એકાઉન્ટ પસંદ કરો.
- તમે UPI PIN દાખલ કરો કે તરત જ UPI Lite એકાઉન્ટ સફળતાપૂર્વક એક્ટિવ થઈ જશે.
- નોંધનીય છે કે તમે Google Pay પર માત્ર એક UPI Lite એકાઉન્ટ બનાવી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news