IAS Tina Dabi: આ ખૂબસુરત IAS ઓફિસર જે કાર ચલાવે છે, તેનું બુકિંગ કંપનીને રાતોરાત બંધ કરવું પડ્યું

IAS Tina Dabi's Car: આઈએએસ ટીના ડાબી 2016 ની બેચની ટોપર છે, હાલ તેઓ જેસલમેરના ડીએમ છે. ડીએમ તરીકે તેમની આ પહેલી પોસ્ટિંગ છે. તેમની પાસે જે ઓફિશિયલ કાર છે, તે ટોયોટા ક્રિસ્ટા (Toyota Innova Crysta) છે, જાણો કેમ કંપનીને તેનુ બુકિંગ બંધ કરવું પડ્યું

IAS Tina Dabi: આ ખૂબસુરત IAS ઓફિસર જે કાર ચલાવે છે, તેનું બુકિંગ કંપનીને રાતોરાત બંધ કરવું પડ્યું

Toyota Innova Crysta: આઈએએસ ટીના ડાબી 2016 ની બેચની ટોપર છે, હાલ તેઓ જેસલમેરના ડીએમ છે. ડીએમ તરીકે તેમની આ પહેલી પોસ્ટિંગ છે. તેમની પાસે જે ઓફિશિયલ કાર છે, તે ટોયોટા ક્રિસ્ટા (Toyota Innova Crysta) છે. આ કાર જેસલમેર જિલ્લા કલેક્ટરના નામે રજિસ્ટર કરાઈ છે. તેને 6 ડિસેમ્બ, 2019 ના રોજ રજિસ્ટર કરાવાઈ હતી. જોકે, ટીના ડાબીને જેસલમેરની ડીએમ તરીકે આ વર્ષે પોસ્ટિંગ મળી છે. તેથી તેઓ હવે આ કારનો ઉપયોગ કરે છે. ટીના ડાબીની ઓફિશિયલ કાર ટોયોટા ઈનોવા ક્રિસ્ટામાં 2393 cc નુ ડીઝલ એન્જિન છે.  

Toyota ની ઓફિશિયલ વેબસાઈટ અનુસાર, Toyota Innova Crysta નું એન્જિન 110kW (150 PS) @ 3400 rpm મેક્સિમમ પાવર જનરેટ કરે છે. જોકે, ટોર્ક જનરેટ કરવાના આંકડા વેરિયન્ટના આધાર પર અલગ અલગ છે. Toyota Innova Crysta માં 5 સ્પીડ મેન્યુઅલ અને 6 સ્પીડ ઓટોમોટિક ટ્રાન્સમિશનનો ઓપ્શન મળે છે. કારની લંબાઈ- 4.735 m, પહોળાઈ- 1.830 m અને ઉંચાઈ - 1.795 m છે. તેનું વ્હીલબેઝ 2.750 m નું છે. તેની ટર્નિંગ રેડિયસ 5.4 m છે અને ફ્યુઅલ ટેન્ક 55 લીટરની કેપેસિટીની છે. 

Toyota Innova Crysta નું જે G વેરિયન્ટ ટીના ડાબી પાસે છે, તેમાં ડ્રાઈવર અને ફ્રન્ટ પેસેન્જર સહિત ત્રણ એરબેગ છે. કારમાં સેફ્ટી માટે EBD ની સાથે ABS, વ્હીકલ સ્ટેબિલિટી કન્ટ્રોલ અને હિલ સ્ટાર્ટ અસિસ્ટ કન્ટ્રોલ જેવા ફીચર્સ છે. ટીના ડાબીની Toyota Innova Crysta સફેદ રંગની છે. જોકે, જો તમે હાલના સમયમાં Toyota Innova Crysta (ડીઝલ) બુક કરાવવાનુ વિચારી રહ્યા છો તો એવુ શક્ય નથી. કારણ કે, ટોયોટાએ આ ડીઝલ વેરિયન્ટનું બુકિંગ બંધ કરી દીધું છે. 

ટોયોટાએ ઈનોવા ક્રિસ્ટાના ડીઝલ વેરિયન્ટનું બુકિંગ બંધ કરાવ્યું છે. કંપનીએ ઓફિશિયલ નિવેદનમાં આ માહિતી આપી છે. કંપનીએ સ્વીકાર્યું કે, તેને હાલ બુકિંગ બંધ કર્યું છે. જાપાની વાહન નિર્માતાએ બુકિંગ રોકવા માટે ઈનોવા ક્રિસ્ટાને ડીઝલ વેરિયન્ટની હાઈ ડિમાન્ડ હોવાનું જણાવ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news