Jio નો ધાંસૂ પ્લાન, વધુ ડેટા સાથે મળશે Netflix-Amazon નું ફ્રી સબ્સક્રિપ્શન
આ પ્લાનના બેનિફિટ્સની વાત કરીએ તો, સાંભળીને તમારા ચહેરા પર સ્માઇલ આવી જશે. આ પ્લાનમાં અનલિમિટેદ કોલિંગ સાથે-સાથે 100 SMS આપવામાં આવશે. જો તમે OTT કંન્ટેટની ઇચ્છા ધરાવો છો.
Trending Photos
નવી દિલ્હી: Jio શાનદાર પ્લાન્સ લઇને ગ્રાહકોને ખુશ કરે છે. સસ્તામાં વધુ બેનિફિટ્સની વાત હોય તો સૌથી પહેલાં જિયોનું નામ જ આવે છે. જિયોની પાસે પ્રીપેડ ઉપરાંત પોસ્ટપેડ માટે પણ ગજબના પ્લાન્સ છે. આજે અમે તમને જિયોના એવા પોસ્ટપેડ પ્લાન વિશે જણાવીશું, જેની કિંમત ખૂબ ઓછી છે, પરંતુ બેનિફિટ્સ ખૂબ વધુ છે. તેમાં તમને 75GB ડેટાની સાથે નેટફ્લિક્સ અને અમેઝોન પ્રાઇમનું ફ્રી સબ્સક્રિપ્શન મળી રહ્યું ચેહ. આવો જાણીએ આ પ્લાન્સ વિશે...
Jio નો 399 રૂપિયાવાળો પોસ્ટપેડ પ્લાન
જિયોના 399 રૂપિયાવાળા પોસ્ટપેડ પ્લાનમાં એક જ મહિના સુધી 75 જીબી ડેટા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. તેમાં દરરોજનો કોઇ હિસાબ નથી. તમે આખા મહિનામાં કોઇપણ દિવસ સુધી આટલા ડેટાનો ઉપયોગ કરી શકો છો. જો ડેટા બચી પણ જાય છે તો જિયો આ પ્લાનમાં 200GB સુધી ડેટા રોલઓવરની સુવિધા આપી રહી છે. ડેટા જો ખતમ થઇ ગયો તો કંપની 1 જીબી ડેટાના 10 રૂપિયા ચાર્જ કરશે.
આ પ્લાનના બેનિફિટ્સની વાત કરીએ તો, સાંભળીને તમારા ચહેરા પર સ્માઇલ આવી જશે. આ પ્લાનમાં અનલિમિટેદ કોલિંગ સાથે-સાથે 100 SMS આપવામાં આવશે. જો તમે OTT કંન્ટેટની ઇચ્છા ધરાવો છો, તો આ પ્લાન તમારા માટે બેસ્ટ છે. આ પ્લાનની સાથે તમને નેટફ્લિક્સ, અમેઝોન પ્રાઇમ અને ડિઝ્ની+હોટસ્ટારનું ફ્રી સબ્સક્રિપ્શન મળી રહ્યું છે. આ ઉપરાંત જિયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન પણ આપવામાં આવશે.
જિયોનો 399 રૂપિયાવાળો પ્રીપેડ પ્લાન
જિયો પાસે 399 રૂપિયાવાળા પ્રીપેડ પ્લાન પણ છે, જેની વેલિડિટી 56 દિવસની છે. જેમાં દરરોજ 1.5 જીબી ડેટા પણ આપવામાં આવે છે. પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 SMS ની સુવિધા પણ છે. આ ઉપરાંત જિયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન પણ આપવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે