Cheapest Plan: જિયોનો સસ્તો પ્લાન, કંપની ગ્રાહકોને આપી રહી છે કેશબેક ઓફર, જાણો વિગત

Reliance Jio Plan: રિલાયન્સ જિયો પાસે યુઝર્સને જરૂરીયાત પ્રમાણે વિવિધ કેટેગરીમાં રિચાર્જ પ્લાન ઉપલબ્ધ છે. જિયોના એક લોન્ગ ટર્મ પ્લાનમાં ગ્રાહકોને કેશબેક ઓફર આપવામાં આવી રહી છે.
 

Cheapest Plan: જિયોનો સસ્તો પ્લાન, કંપની ગ્રાહકોને આપી રહી છે કેશબેક ઓફર, જાણો વિગત

નવી દિલ્હીઃ Reliance Jio Cheapest Recharge Plan: 44 કરોડથી વધુ યુઝર્સની સાથે રિલાયન્સ જિયો દેશની સૌથી મોટી ટેલીકોમ કંપની છે. જિયો હંમેશા પોતાના ગ્રાહકોને સસ્તા પ્લાન્સ ઓફર કરે છે. યુઝર્સની જરૂરીયાતને ધ્યાનમાં રાખતા કંપનીએ પોતાના પ્લાન્સને ઘણી કેટેગરીમાં ડિવાઇડ કરી રાખ્યા છે, જેમાં ક્રિકેટ પ્લાન, એન્ટરટેઈનમેન્ટ પ્લાન, ડેટા બૂસ્ટર પ્લાન, ડેટા પેક્સ, નો ડેલી લિમિટ પ્લાન સહિત બીજા સેક્શન છે. 

જિયોની પાસે શોર્ટ ટર્મ એટલે કે મંથલી લોન્ગ ટર્મ એટલે કે 3 મહિના કે પછી 365 દિવસ સુધીના પ્લાન હાજર છે. જો તમે જિયોનો લોન્ગ ટર્મ સસ્તો પ્લાન શોધી રહ્યાં છો તો આ સમાચાર તમારા માટે છે. આજે અમે તમને જિયોના એક એવા પ્લાન વિશે જણાવી રહ્યાં છીએ જેમાં તમને લાંબી વેલિડિટી, ભરપૂર ડેટાની સાથે કેશબેકની ઓફર મળે છે. 

આ છે જિયોની લિસ્ટનો ધમાકેદાર પ્લાન
જિયોના જે રિચાર્જ પ્લાનની અમે વાત કરી રહ્યાં છીએ તે 866 રૂપિયાનો આવે છે. આ પ્લાનમાં કંપની પોતાના યુઝર્સને ઘણી ઓફર્સ આપી રહી છે. જો તમે પણ તમારા નંબર પર 866 રૂપિયાથી રિચાર્જ કરાવશો તો તમને 84 દિવસની લાંબી વેલિડિટી મળશે. 

આ પ્લાનમાં તમને 84 દિવસ માટે 168 જીબી ડેટા મળે છે એટલે કે તમે દરરોજ 2જીબી ડેટાનો ઉપયોગ કરી શકો છો. આ પ્લાન તે લોકો માટે સારો છે જેને ડેટાની વધુ જરૂર પડે છે. આ સાથે યુઝર્સને દરરોજ 100 એસએમએસ આપવામાં આવે છે. જિયો આ પ્લાનમાં પોતાના ગ્રાહકોને 50 રૂપિયાની કેશબેક ઓફર આપી રહી છે, જેથી આ પ્લાનની કિંમત ઘટી 816 રૂપિયા રહી જાય છે.

જિયોના 866 રૂપિયાના એડિશનલ બેનિફિટ્સની વાત કરીએ તો તેમાં સ્વિગી વન લાઇટ, જિયો ટીવી અને જિયો ક્લાઉડનું ફ્રી સબ્સક્રિપ્શન આપવામાં આવે છે. જો તમે ઓટીટી સ્ટ્રીમિંગ કરો તો આ પ્લાન તમને જિયો સિનેમાનું પણ સબ્સક્રિપ્શન આપે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news