50MP કેમેરા સાથે OPPO Reno 5 Pro+ 5G લોન્ચ, જાણો કિંમત અને સ્પેસિફિકેશન્સ
ડુઅલ-સિમ (સપોર્ટ)વાળો આ સ્માર્ટફોન એંડ્રોઇડ 11 બેસ્ડ ColorOS 11 પર ચાલે છે અને તેમાં 90Hz રિફ્રેશ રેટ સાથે 6.55 ઇંચ FHD+ પંચ-હોલ AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે.
Trending Photos
નવી દિલ્હી: OPPO Reno 5 Pro+ 5Gને ચીનમાં લોન્ચ કરી દીધો છે. આ ઓપ્પો Reno 5 સીરીઝનો ભાગ છે. તેને આ મહિને કંપનીએ આ સીરીઝના વધુ બે સ્માર્ટફોન્સ- OPPO Reno 5 Pro અને Reno 5 પણ લોન્ચ કર્યા હતા. Reno 5 Pro+ 5G માં સ્નૈપડ્રૈગન 865 પ્રોસેસર આપવામાં આવ્યું છે. Reno 5 Pro+ ની ડિઝાઇન Reno 5 Pro સાથે મેચ થાય છે.
OPPO Reno 5 Pro+ 5G ની કિંમત ચીનમાં RMB 3,999 (લગભગ 45,000 રૂપિયા) રાખવામાં આવી છે. આ કિંમત 8GB + 128GB વેરિએન્ટ મોડલની છે. તો બીજી તરફ 12GB + 256GB વેરિએન્ટની કિંમત 4,499 (લગભગ 50,600) રાખવામાં આવી છે. ગ્રાહકો માટે આ સ્માર્ટફોન સ્ટાર રિવર ડ્રીમ અને ફ્લોટિંગ નાઇટ શેડો કલર ઓપ્શનમાં ઉપલબ્ધ હશે.
તેનું વેચાણ ચીનમાં 29 ડિસેમ્બરથી શરૂ થશે. હાલ OPPO Reno 5 Pro+ 5Gની કિંમત ભારતમાં લોન્ચિંગ વિશે કોઇ જાણકારી આપવામાં આવી નથી. જોકે એક ટિપ્સ્ટરના અનુસાર કંપની Reno 5 Pro અને Reno 5 ને આગામી મહિને ભારતમાં લોન્ચ કરી શકો છો.
OPPO Reno 5 Pro+ 5G ના સ્પેસિફિકેશન્સ
ડુઅલ-સિમ (સપોર્ટ)વાળો આ સ્માર્ટફોન એંડ્રોઇડ 11 બેસ્ડ ColorOS 11 પર ચાલે છે અને તેમાં 90Hz રિફ્રેશ રેટ સાથે 6.55 ઇંચ FHD+ પંચ-હોલ AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ફોનમાં 12GB રેમની સાથે ક્વોલકોમ સ્નૈપડ્રૈગન 865 પ્રોસસર હાજરી છે. આ સ્માર્ટફોનની બેટરી 4,500mAh ની છે અને અહીં ગ્રાહકોને 65W SuperVOOC 2.0 ફાસ્ટ ચાર્જિંગનો પણ સપોર્ટ મળશે.
ફોટોગ્રાફી માટે આ સ્માર્ટફોનના રિયરમાં 50MP Sony IMX766 પ્રાઇમરી સેંસર, 16MP અલ્ટ્રા-વાઇડ એંગલ સેંસર, 13MP ટેલીફોટો કેમેરા અને 2MP મેક્રો કેમેરા આપવામાં આવ્યો છે. સાથે જ સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે તેના ફ્રંટમાં 32MP નો કેમેરો ઉપલબ્ધ છે. સિક્યોરિટી માટે તેમાં આ ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિંટ સેન્સર આપવામાં આવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે