64MP કેમેરા અને 4500mAh બેટરી સાથે લોન્ચ થયો Realme GT 5G, જાણો કિંમત અને ફીચર્સ

આ ફોનની ખાસિયતોની વાત કરીએ તો ફોનમાં સ્પેનડ્રેગન 888 પ્રોસેસર, એન્ડ્રોયડ 11, 120Hz એમોલેડ ડિસ્પ્લે અને 64 મેગાપિક્સલનું પ્રાઇમરી સેન્સર આપવામાં આવ્યું છે. આ ફોનમાં VC કૂલિંગ સિસ્ટમ પણ આપવામાં આવ્યું છે. આવો જાણીએ  Realme GT 5G ની કિંમત અને ફીચર્સ.
 

64MP કેમેરા અને 4500mAh બેટરી સાથે લોન્ચ થયો Realme GT 5G, જાણો કિંમત અને ફીચર્સ

નવી દિલ્હીઃ Realme GT 5G Launch: ચીનની સ્માર્ટફોન નિર્માતા કંપની Realme એ પોતાના ઘરેલૂ માર્કેટમાં એક નવો હેન્ડસેટ લોન્ચ કર્યો છે. આ ફોનનું નામ Realme GT 5G છે. આ ફોન 5G આધારિત છે. વર્ષ 2021નો કંપનીનો આ પ્રથમ ફ્લેગશિપ ફોન છે. આ ફોન પંચ-હોલ ડિસ્પ્લે અને ડ્યૂલ-ટોન વેગન લેધર ડિઝાઇનની સાથે આવે છે. ફોનમાં રેક્ટેન્ગ્યૂલર કેમેરા અને ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. આ ફોનની ખાસિયતોની વાત કરીએ તો ફોનમાં સ્પેનડ્રેગન 888 પ્રોસેસર, એન્ડ્રોયડ 11, 120Hz એમોલેડ ડિસ્પ્લે અને 64 મેગાપિક્સલનું પ્રાઇમરી સેન્સર આપવામાં આવ્યું છે. આ ફોનમાં VC કૂલિંગ સિસ્ટમ પણ આપવામાં આવ્યું છે. આવો જાણીએ  Realme GT 5G ની કિંમત અને ફીચર્સ.

Realme GT 5G ની કિંમત અને ઉપલબ્ધતા
Realme GT 5G 2 વેરિયન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. તેનું બેસ વેરિયન્ટ 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજની સાથે આવે છે, જેની કિંમત 2799 યુઆન એટલે કે આશરે 34,000 રૂપિયા છે. તેના 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિયન્સની કિંમત 3299 ચીની યુઆન આશરે 37000 રૂપિયા છે. 

આ ફોન વેગન લેધર એડિશન હેઠળ લોન્ચ કરવામાં આવ્યો છે. આ એડિશન 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજની સાથે આવે છે જેની કિંમત 3399 ચીની યુઆન એટલે કે 38000 રૂપિયા છે. આ એડિશન રેસિંગ યેલો કલરમાં આવે છે. ફોનને બ્લૂ અને સિલ્વર કલરમાં પણ ખરીદી શકાશે. 

ફોનનો સેલ ચીન માં 10 માર્ચથી શરૂ થશે. આ ફોનને ભારતીય માર્કેટમાં ક્યારે લોન્ચ કરવામાં આવશે તેની જાણકારી હાલ આપવામાં આવી નથી. માર્કેટમાં આ ફોનની ટક્કર Xiaomi Mi 11 અને Samsung Galaxy S21 સાથે થઈ શકે છે. 

Realme GT 5G ના ફીચર્સઃ  Realme GT 5G માં 6.43 ઇંચની એફએચડી પ્લસ AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. ફોન પંચ-હોલ કટઆઉટ સાથે આવે છે. તેનો રિફ્રેશ રેટ 120Hz છે. તેમાં 360Hz ટચ સેપલિંગ રેટ આપવામાં આવ્યો છે. તેમાં  1000nits પીક બ્રાઇટનેસ આપવામાં આવી છે. 

કોલકોમ સ્પેનડ્રેગન 888ને Xiaomi Mi 11 માં પણ આપવામાં આવ્યું છે. તેમાં ગ્રાફિક્સ માટે એડ્રેનો 660 જીપીયૂ આપવામાં આવ્યું છે. ફોનમાં 8 જીબી અને 12 જીબી રેમ આપવામાં આવી છે. સાથે 256 જીબી UFS 3.1 સ્ટોરેજ આપવામાં આવ્યું છે. આ ફોન Realme UI 2.0 કસ્ટમ સ્કીન પર આધારિત એન્ડ્રોયડ 11ની સાથે આવે છે. 

ફોનમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. સાથે ડોલ્બી એટમસ અને હાઈ સે ઓડિયો જેવા ફીચર્સ પણ છે. ફોનમાં વીસી કૂલિંગ સિસ્ટમ આપવામાં આવી છે, જે ડિવાઇસના તાપમાનને 15 ડિગ્રી સુધી ઓછુ કરે છે. 

ફોટોગ્રાફી માટે ફોનમાં ત્રિપલ રિયર કેમેરો આપવામાં આવ્યો છે. તેનો પ્રાઇમરી સેન્સર 64 મેગાપિક્સલનું છે. તેનું સેકેન્ડરી સેન્સર 8 મેગાપિક્સલનું છે. ત્રીજું સેન્સર 2 મેગાપિક્સલનું છે. ફોનમાં 16 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરો આપવામાં આવ્યો છે. આ ફોન PureRaw મોડ,  AI સેલ્ફી સહિત ઘણા ફીચર્સને સપોર્ટ કરે છે. ફોનને પાવર આપવા માટે 4500 એમએએચની બેટરી આપવામાં આવી છે, જે 65W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news