50 મેગાપિક્સલ કેમેરા સાથે Realme 9i સ્માર્ટફોન લોન્ચ, જાણો કિંમત અને ખાસિયત

Realme 9i સેલ્ફી સ્નેપર માટે એક પંચ-હોલ કટઆઉટ, એક સાઇડ-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર અને ત્રિપલ કેમેરા સેન્ટર રાખવા માટે એક રેક્ટેંગુલર મોડ્યૂલની સાથે આવે છે. મુખ્ય ફીચર્સમાં 6.6 ઇંચની 90Hz ડિસ્પ્લે, સ્નેપડ્રેગન 680 ચિપસેટ, પાછલની તરફ 50MP નો  પ્રાઇમરી કેમેરા અને 33W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સામેલ છે. 
 

50 મેગાપિક્સલ કેમેરા સાથે Realme 9i સ્માર્ટફોન લોન્ચ, જાણો કિંમત અને ખાસિયત

નવી દિલ્હીઃ રિયલમી (Realme) એ ભારતમાં Realme 9i સ્માર્ટફોનને લોન્ચ કરી દીધો છે. મહત્વનું છે કે થોડા દિવસ પહેલા ફોનને વિયતનામમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. આ સત્તાવાર થનાર પ્રથમ Realme 9- સિરીઝનો ફોન છે.  Realme 9i સેલ્ફી સ્નેપર માટે એક પંચ-હોલ કટઆઉટ, એક સાઇડ-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર અને ત્રિપલ કેમેરા સેન્ટર રાખવા માટે એક રેક્ટેંગુલર મોડ્યૂલની સાથે આવે છે. મુખ્ય ફીચર્સમાં 6.6 ઇંચની 90Hz ડિસ્પ્લે, સ્નેપડ્રેગન 680 ચિપસેટ, પાછલની તરફ 50MP નો  પ્રાઇમરી કેમેરા અને 33W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સામેલ છે. આવો ભારતમાં Realme 9i ની કિંમત (Realme 9i Price In India), વેચાણની તારીખ અને ખાસિયત પર એક નજર કરીએ. 

Realme 9i Price In India
ભારતમાં Realme 9i ની કિંમત 4GB/64GB મોડલ માટે 13999 રૂપિયા અને 6GB/128GB વેરિએન્ટ માટે 15999 રૂપિયા છે. તે બ્લૂ અને કાળા કલરમાં આવે છે. ફોનને ફ્લિપકાર્ટ અને રિયલમી વેબસાઇટ પરથી ખરીદી શકાશે. ભારતમાં Realme 9i નો પ્રથમ સેલ 25 જાન્યુઆરીએ Flipkart, realme.com અને રિટેલ સ્ટોર્સ પર થશે. તેનો અર્લી સેલ પણ 22 જાન્યુઆરીએ બપોરે 12 કલાકે થશે. 

Realme 9i Specifications
Realme 9i માં 90Hz રિફ્રેશ રેટ, 180Hz ટચ સેમ્પલિંગ રેટ, 90.8 ટકા સ્ક્રીન-ટૂ બોડી રેશિયો, 20:1:9 આસ્પેક્ટ રેશિયો, ડ્રેગન ટ્રેલ પ્રો લેયર અને સેલ્ફી માટે પંચ-હોલ કટઆઉટની સાથે 6.6 ઇંચ FHD+ ડિસ્પ્લે છે. સ્નેપર  Realme 9i માં પાછળ ત્રિપલ રિયર કેમેરા છે, જેમાં PDAF અને f/1.8 અપર્ચરની સાથે  50MP નો મુખ્ય Samsung S5KJN1SQ03 સેન્સર, 2MP નું ડેપ્થ સેન્સર અને f/2.4 અપર્ચરવાળો 2MP નો ત્રીજો લેન્સ સામેલ છે. 

Realme 9i Battery
33W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટની સાથે  5,000mAh ની બેટરી છે અને તે Android 11 આધારિત Realme UI 2.0 કસ્ટમ સ્કિન આઉટ ઓફ ધ બોક્સ પર ચાલે છે. સેલ્ફી અને વીડિયો ચેટ માટે ફ્રંટમાં 16MP નો Sony IMX471  સ્નેપર અને સાઇડ-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર છે. 

Realme 9i Other Features
ચાર્જિંગ માટે કનેક્ટિવિટી વિકલ્પ 4જી, ડ્યુઅલ બેન્ડ વાઇ-ફાઈ, બ્લૂટૂથ, જીપીએસ અને યૂએસબી ટાઈપ-સી પોર્ટ હશે. તે સ્નેપડ્રેગન 680 ચિપસેટ દ્વારા સંચાલિત છે જેને એડ્રેનો 610 GPU સાથે જોડવામાં આવ્યું છે, 6 જીબી સુધી LPDDR4x રેમ, અને 128GB સુધી UFS 2.1 સ્ટોરેજ જે આગળ 1TB સુધી વધારી શકાય છે. ડિવાઇજનું ડાઇમેન્શન 164.4X75.7X8.4mm અને વજન 190 ગ્રામ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news