Redmi એ મચાવ્યો તહેલકો, 108 MP કેમેરાવાળા ફોન પર મળશે ધમાકેદાર Discount, Jio યુઝર્સ માટે ખાસ બેનિફિટ્સ
Redmi નો સ્માર્ટફોન Redmi Note 10 Pro Max ને શાનદાર ઓફર સાથે ખરીદવાની તક મળી રહી છે. આ ફોનને કંપનીની વેબસાઈટ પર 1500 રૂપિયા સુધીના ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકાય છે
Trending Photos
નવી દિલ્હી: Redmi નો સ્માર્ટફોન Redmi Note 10 Pro Max ને શાનદાર ઓફર સાથે ખરીદવાની તક મળી રહી છે. આ ફોનને કંપનીની વેબસાઈટ પર 1500 રૂપિયા સુધીના ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકાય છે. આ ડિસ્કાઉન્ટ માટે તમારે HDFC બેંક ક્રેડિટ કાર્ડ દ્વારા ચૂકવણી કરવી પડશે. એટલું જ નહીં, જો તમે રિલાયન્સ જિયોના યુઝર્સ છો, તો આ ફોન ખરીદવા પર તમને 10 હજાર રૂપિયાના જિયો લાભ પણ મળશે. Jio લાભો માટે યુઝર્સને 349 રૂપિયાના પ્લાનનું રિચાર્જ કરાવવું પડશે.
આ પણ છે ઓફર
આ ઉપરાંત જો તમે આ ફોનને MI એક્સચેન્જ હેઠળ ખરીદો છો, તો તમે 10 હજાર રૂપિયા સુધીનું એક્સચેન્જ બોનસ પણ મેળવી શકો છો. રેડમી નોટ 10 પ્રો મેક્સ બે વેરિએન્ટમાં આવે છે - 6GB + 128GB અને 8GB + 128GB. તેના 6 GB રેમ વેરિએન્ટની કિંમત 19,999 રૂપિયા અને 8 જીબી રેમ વેરિએન્ટની કિંમત 21,999 રૂપિયા છે.
Redmi Note 10 Pro Max ના ફીચર્સ
ફોનમાં 6.67 ઇંચની ફુલ એચડી + સુપર એમોલેડ ડિસ્પ્લે છે જે 120Hz ના રિફ્રેશ રેટ સાથે છે, જે HDR10 સપોર્ટ સાથે આવે છે. આ ફોનમાં 8GB LPDDR4x રેમ અને 128GB ઇન્ટરનલ સ્ટોરેજ સાથે પ્રોસેસર તરીકે સ્નેપડ્રેગન 732G ચિપસેટ છે. જરૂર પડે તો ફોનની મેમરી માઇક્રો એસડી કાર્ડની મદદથી 512 જીબી સુધી વધારી શકાય છે.
Redmi Note 10 Pro Max નો કેમેરો
ફોટોગ્રાફી માટે કંપની આ ફોનમાં LED ફ્લેશ સાથે ચાર રિયર કેમેરા આપી રહી છે. તેમાં 108 મેગાપિક્સલ પ્રાઇમરી સેન્સર, 8 મેગાપિક્સલ અલ્ટ્રા વાઇડ એંગલ લેન્સ અને 2 મેગાપિક્સલ ડેપ્થ સેન્સર સાથે 5 મેગાપિક્સલનો સુપર મેક્રો લેન્સ છે. સેલ્ફી માટે, તમને આ ફોનમાં 16 મેગાપિક્સલનો ફ્રન્ટ સેન્સર મળશે.
આ પણ વાંચો:- સુરતમાં રહેતા યુવકની પત્ની અને દીકરીઓ અફઘાનિસ્તાનમાં ફસાઈ, ટિકિટ હોવા છતાં નથી આવી શકતો પરિવાર
ફોનને પાવર આપવા માટે તેમાં 5,020mAh ની બેટરી છે, જે 33W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે. કનેક્ટિવિટી માટે, તમને આ ફોનમાં 4G VoLTE, Wi-Fi, Bluetooth, GPS/ A-GPS, IR, USB Type-C પોર્ટ અને 3.5mm હેડફોન જેક જેવા વિકલ્પો મળશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે