1 એપ્રિલથી આટલી મોંઘી થઇ જશે Renault ની Kwid, જાણો કેટલી હશે કિંમત
Trending Photos
નવી દિલ્હી: ફ્રાંસીસી કાર કંપની રેનો (Renault) એ આગામી મહિનાથી ભારતમાં પોતાના ક્વિડ મોડલના ભાવ ત્રણ ટકા વધારવાની જાહેરાત કરી છે. કંપનીએ કહ્યું કે તે વધતા જતા ઉત્પાદન ખર્ચની અસરને આંશિક રીતે ઓછો કરવા માટે આ પગલું ભરી રહી છે. કંપનીએ નિવેદનમાં કહ્યું છે કે આ કિંમત વધારો એક એપ્રિલથી લાગૂ થશે. કંપની ક્વિડની હેચબેકને 0.8 લીટર અને એક લીટર પાવરટ્રેનના મેન્યુઅલ અને ઓટોમેટેડ ટ્રાંસમિશન વિકલ્પમાં ઉપલબ્ધ કરાવે છે. દિલ્હી શોરૂમમાં ક્વિડની કિંમત 2.66 લાખથી 4.63 લાખ રૂપિયા વચ્ચે છે.
રેનોએ તાજેતરમાં જ ક્વિડના વિભિન્ન એક્ટિવ અને પેસિવ સુરક્ષાના ફીચર્સ દ્વારા અદ્યતન કર્યા છે. તેમાં એંટી લોકિંગ બ્રેકિંગ સિસ્ટમ અને ઇલેક્ટ્રોનિક બ્રેકફોર્સ ડિસ્ટ્રિબ્યૂશન (એબીએસ અને ઇબીડી) અને ડ્રાઇવર એરબેગ સામેલ છે. ગત અઠવાડિયે ટાટા મોટર્સે પણ એપ્રિલથી પોતાના વાહનોના ભાવ 25,000 રૂપિયા સુધી વધારવાની જાહેરાત કરી હતી.
Kwid 2019 માં મેન્યુઅલ અને ઓટોમેટેડ ટ્રાંસમિશનનો વિકલ્પ પણ ઉપલબ્ધ છે. આ ઉપરાંત કારમાં 17.64 સેંટીમીટર એક ટચસ્ક્રીન પણ આપવામાં આવી છે જે મનોરંજ અને નકશા બતાવવામાં મદદ કરે છે. તેને એંડ્રોઇડ અથવા એપલ કારપ્લે સાથે જોડી શકે છે. અન્ય ફીચર્સમાં સીટ બેલ્ટ રિમાઇંડર, રિવર્સ પાર્કિંગ કેમેરા અને ઓવર સ્પીડ એલર્ટ ફીચર પણ આપવામાં આવ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે