Samsung India લોન્ચ કરશે બે સુપર સ્માર્ટ ફોન, કિંમત ખિસ્સાને ભારે ન પડે એટલી
ચાઇનીઝ સ્માર્ટફોન સામે બાથ ભીડવા માટે લેવાયો છે આ નિર્ણય
Trending Photos
નવી દિલ્હી : ચાઇનીસ સ્માર્ટફોન કંપનીઓને ટક્કર આપવા માટે સેમસંગ આ અઠવાડિયે બે નવા સ્માર્ટફોન Galaxy J6+ અને Galaxy J4+ લોન્ચ કરવાનું પ્લાનિંગ કરી રહી છે. આ બંને સ્માર્ટફોનની કિંમદ રૂ. 10,000 થી Rs 20,000 વચ્ચે હશે એવી ધારણા છે.
આ Galaxy J6+ ડ્યુઅલ રિયર કમેરા સાથે આપશે જેમાં પહેલીવાર સાઇડ ફિંગર પ્રિન્ટ સેન્સર ફેસિલિટી હશે. Galaxy J4+માં "emotify'' ફિચર હશે જેમાં મિનિઅન્સની મદદથી વધારે સારી અભિવ્યક્તિ કરી શકાશે.
આ વર્ષની શરૂઆતમાં સેમસંગ દ્વારા Galaxy J8 અને J6 મોડલ લોન્ચ કરવામાં આવ્યા હતા. આ વર્ષે જૂન મહિના સુધીમાં કોરિયન ટેકનોલોજી કંપનીએ દેશમાં Galaxy J8 અને J6ના 20 લાખ કરતા વધારે મોડલ વેચ્યા હોવાની હકીકત જાણવા મળી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે