ભારત-પાકિસ્તાન સીમા પર શીખ શ્રદ્ધાળુઓ દુરબીનથી કરે છે ગુરૂદ્વારાના દર્શન
અહીંથી શીખ શ્રદ્ધાળુઓ પાકિસ્તાનમાં રહેલા કરતારપુર સાહેબ ગુરૂદ્વારાનાં દર્શન કરી રહ્યા છે, આ ગુરૂદ્વારા પાકિસ્તાનના નારોવલ જિલ્લામાં રાવી નદીના કિનારે આવેલ છે
Trending Photos
લાહોર : ભારત પાકિસ્તાનની સીમા પર હાલનાં દિવસોમાં હલચલ વધી ગઇ છે. ગુરૂદાસપુરમાં ડેરા બાબા નાનકમાં દર્શન સ્થળ પર અચાનકથી શિખ શ્રદ્ધાળુઓની લાંઇનો લાંબી થઇ ગઇ છે. આ શ્રદ્ધાળુઓ અહીં દુરબીનથી ગુરૂદ્વારાની એક ઝલક મેળવવા માટે આવી રહ્યા છે. તમે તે વાતથી પણ ચોંકી શકો છો, પરંતુ આ વાત સાચી છે. અહીંથી શીખ શ્રદ્ધાળુઓ પાકિસ્તાનમાં રહેલા કરતારપુર સાહેબ ગુરૂદ્વારાનાં દર્શન કરી રહ્યા છે. આ પિવત્ર ગુરૂદ્વારા પાકિસ્તાનનાં નારોવલ જિલ્લામાં રાવી નદીનાં સામેના કાંઠે આવેલું છે.
આ ગુરૂદ્વારા સીમાથી માત્ર 4.5 કિલોમીટરના અંતરે પાકિસ્તાનમાં આવેલ છે. જે સીમા પરથી દેખાય છે. જ્યારથી તે વાતની ચર્ચા શરૂ થઇ કે પાકિસ્તાન કરતારપુર બોર્ડરને ખોલવાનું આયોજન કરી રહ્યું છે. સાથે જ વિઝા ફ્રી એન્ટ્રી આપવા અંગે વિચારી રહ્યું છે. ત્યારથી અહીં ખુશી વ્યાપી ગઇ છે.
ગત્ત દિવસોમાં જ્યારે નવજોતસિંહ સિદ્ધુ ઇમરાન ખાનના શપથગ્રહણ સમારોહમાં ભાગ લેવા માટે પાકિસ્તાન ગયા હતા. તે સમયે તેમણે કરતારપુર સાહિબ માટે બોર્ડર ખોલવા માટેની અપીલ કરી હતી. થોડા દિવસો બાદ પાકિસ્તાન સરકારે આ અંગે સંમતી વ્યક્ત કરી હતી. જો કે હજી સુધી આ દિશામાં બંન્ને દેશો તરફથી કોઇ ઔપચારિક પહેલ નથી થઇ.
હવે બીએસએફએ અહીં સીમ પર દર્શન સ્થળ બનાવ્યું છે. અહીં એક દુરબીનની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં દર્શન સ્થલ પર ઉભા રહીને તમે દુરબીનથી કરતારપુર સાહેબનાં દર્શન કરી શકો છો. ચમકીલા સફેદ ગુંબજ વાળા ગુરૂદ્વારાના દર્શન અંહીથી લોકો કરી રહ્યા છે. ભારતની સીમાથી જોનારા લોકોને ગુરૂદ્વારાનો ઉપરનો હિસ્સો દેખાય છે. નીચેનો હિસ્સો મોટી એલીફેંડ ઘાસમાં છુપાઇ ગયો છે.
શીખ ઇતિહાસ પર નજર કરીએ તો ખ્યાલ આવે કે પોતાની પ્રસિદ્ધ ચારધામ યાત્રાઓને પુરી કર્યા બાદ ગુરૂનાનક દેવ 1522માં કરતારપુર સાહેબ આવ્યા અને પછી ત્યાં જ વસી ગયા હતા. અહીં તેમણે પોતાનાં જીવનનાં અંતિમ 17 વર્ષ અહીં જ વિતાવ્યા. તેમનાં નિર્વાણ બાદ અહીં ગુરૂદ્વારાનું નિર્માણ કરવામાં આવ્યું. જેથી આ ગુરૂદ્વારાનું શીખ ધર્મમાં અનોખુ મહત્વ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે