Signal અને WhatsApp બનાવવા પાછળ છે આ વ્યક્તિનું મગજ, જાણો કોણ છે Brian Acton
આ દરમિયાન એપના કો-ફાઉન્ડરે પણ સિગ્નલ અને વોટ્સઅપ સાથે જોડાયેલી ઘણી વાતો શેર કરી છે. જાણકારી માટે તમને જણાવી દઇએ કે સહ-સંસ્થાપક બ્રાઇન એક્ટન (Brian Acton) છે
Trending Photos
નવી દિલ્હી: વોટ્સએપ (WhatsApp)ની નવી પ્રાઇવેસી પોલિસીથી નાખુશ લોકો હાલ ઓપ્શન તરીકે સિગ્નલ અને ટેલીગ્રામ એપ્સને ડાઉનલોડ કરી રહ્યા છે. પ્રાઇવેસીની દ્રષ્ટિએ બંને ઇંસ્ટેંટ મેસેજિંગ એપ સારો વિકલ્પ ગણવામાં આવી રહ્યો છે. ટેલીગ્રામને પહેલાંથી જ ખૂબ લોકો જાણે છે પરંતુ સિગ્નલની લોકપ્રિયતામાં ગત અઠવાડિયાથી એકદમ ઉછાળ્યો છે. આ દરમિયાન એપના કો-ફાઉન્ડરે પણ સિગ્નલ અને વોટ્સઅપ સાથે જોડાયેલી ઘણી વાતો શેર કરી છે. જાણકારી માટે તમને જણાવી દઇએ કે સહ-સંસ્થાપક બ્રાઇન એક્ટન (Brian Acton) છે વોટ્સએપના કો-ફાઉન્ડર પણ રહી ચૂક્યા છે.
બ્રાયન એક્ટને 3 વર્ષ કર્યું WhatsAppની સાથે પણ કામ
બ્રાયન એક્ટનનો જન્મ ફેબ્રુઆરી 1972માં અમેરિકાના મિશિગનમાં થયો હતો. તેમણે વર્ષ 1994માં સ્ટાડફોર્ડ યૂનિવર્સિટીથી કોમ્યુટર સાયન્સમાં ગ્રેજ્યુશન કર્યું. એક્ટન, જે સિગ્ન ફાઉન્ડેશનના કાર્યકારી અધ્યક્ષ પણ છે. તેમણે વર્ષ 2018માં Moxie Marlinspike ના સાથે મળીને સિગ્નલ એપની શરૂઆત કરી હતી. Signal થી પફેલાં Brian Acton વોટ્સએપ સાથે જોડાયેલા હતા. તે વોટ્સએપ (WhatsApp)ના કો-ફાઉન્ડર રહી ચૂક્યા છે.
Facebook અને Twitter એ એક્ટન કર્યું હતું રિજેક્ટ
Acton અને Jan Koum એ વર્ષ 2014માં વોટ્સએપને ફેસબુકના સીઇઓ માર્ક જુકરબર્ગ (Mark Zuckerberg)ને $19 બિલિયન (USD 19 billion) માં વેચી દીધું હતું. ત્યારબાદ સપ્ટેમ્બર 2017માં એક્ટને વોટ્સએપને છોડી દીધું અને પછી નવી એપ પર કામ કરવા વિશે વિચાર્યું. 2018માં તે સિગ્નલ લઇને આવ્યા. આશ્વર્યની વાત એ છે કે એક્ટનને વોટ્સએપ લોન્ચ કરતાં પહેલાં ટ્વિટર અને ફેસબુક જેવી મોટી ટેક કંપનીઓએ રિજેક્ટ કરી દીધી હતી. પછી તેમણે તે ફેસબુકને વોટ્સએપ વેચવામાં આવ્યું હતું. એક્ટન કિસ્મત તો જુઓ, આજે દુનિયાભરના લોકો તેમના દ્વારા બનાવવામાં આવ્યા એપને સૌથી વધુ પસંદ કરી રહ્યા છે.
પ્રાઇવેસીને લઇને સિગ્નલમાં આ ખાસ સુવિધાઓ
એક્ટને કહ્યું કે સિગ્નલમાં વોટ્સએપ Disappearing Messages જેવી સુવિધા છે. આ એપ પોતાના યૂઝર્સને એન્ક્રિપ્ટેડ (Encrypted) મેસેજિંગની સર્વિસ આપે છે. સિગ્નલથી મોકલેલા મેસેજને એન્ક્રિપ્ટેડ (Encrypted) કરવામાં આવે છે, જેનો અર્થ એ છે કે સિગ્નલ પોતે લોકોને પર્સનલ મેસેજ, ફોટોઝ અને વીડિયોઝ જોઇ ન શકે અથવા પોતાના સર્વર પર સેવ ન કરી શકે. તો બીજી તરફ જો કોઇ સિગ્નલ એપને હેક પણ કરે છે તો તે તમારા પર્સનલ મેસેજને જોઇ ન શકે.
કોઇપણ મોટી ટેક કંપની સાથે જોડાયેલી નથી Signal App
એક્ટનનું કહેવું છે કે Signal એક સ્વતંત્ર એપ છે જેને નોન પ્રોફિટ સંસ્થા દ્વારા ચલાવવામાં આવે છે. એક્ટને જણાવ્યું કે સિગ્નલનો સંબંધ કોઇપણ મોટી ટેક કંપની સાથે નથી. અત્રે ઉલ્લેખનીય છે કે નવી પ્રાઇવેસી પોલિસીના લીધે હવે દુનિયાભરના યૂઝર્સ બીજી ઇંસ્ટેંટ એપ ડાઉનલોડ કરવા પર મજબૂર થઇ રહ્યા છે અને એવામાં સિગ્નલને સૌથી સુરક્ષિત એપ ગણવામાં આવે છે.
તમને જણાવી દઇએ કે WhatsApp પોતાન યૂઝર્સને એપની નવી ટર્મ અને પ્રાઇવેસી પોલિસી મોકલી રહી છે જેને જલદી જ એગ્રી કરવી પડશે અને જોઇ તમે એગ્રી કરતા નથી તો તમે એપનો ઉપયોગ કરી શકશો નહી. WhatsApp 8 ફેબ્રુઆરી 2021ના રોજ પોતાની ટર્મ્સ ઓફ સર્વિસને અપડેટ કરવા જઇ રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે