Vivo એ લોન્ચ કર્યો નવો સ્માર્ટફોન, મજબૂત કેમેરા અને ડિઝાઇનને લીધે મોંઘો
દેશભરમાં લોકડાઉન વચ્ચે હવે સરકારે મોબાઇલ ફોન વેચવાની પરવાનગી આપી દીધી છે. એવામાં કંપનીઓએ પોતાના નવા મોબાઇલ ફોનને લોન્ચ કરવા લાગી છે. આમ એટલા માટે જેથી બજારમાં નવી પ્રોડક્ટ આવી શકે.
Trending Photos
નવી દિલ્હી: દેશભરમાં લોકડાઉન વચ્ચે હવે સરકારે મોબાઇલ ફોન વેચવાની પરવાનગી આપી દીધી છે. એવામાં કંપનીઓએ પોતાના નવા મોબાઇલ ફોનને લોન્ચ કરવા લાગી છે. આમ એટલા માટે જેથી બજારમાં નવી પ્રોડક્ટ આવી શકે. સ્માર્ટફોન બનાવનાર કંપની વીવોએ પણ પોતાના વી સીરિઝના નવા સ્માર્ટફોનની લોન્ચિંગને પણ દોઢ મહિનો ટાળી હતી. પરંતુ હવે કંપનીએ એક નવા ફોનને બજારમાં ઉતાર્યો છે. વીવો વી19 નામના આ ફોનમાં છ કેમેરા છે, જેમાં ચાર નોર્મલ ફોટા છે અને બે સેલ્ફી માટે છે. ક્વાડ કેમેરના લીધે કંપનીએ આ ફોનની કિંમત થોડી વધુ રાખી છે.
કંપની સુધાર્યું પ્રોસેસર
જોકે કંપની બજારમાં પહેલાંથી જ બાકી રહેલા પોતાના સ્માર્ટફોનના મુકાબલે આ નવા ફોનના પ્રોસેસરમાં ઘણો સુધારો કર્યો છે. હવે આ નવા ફોનમાં કંપનીએ Qualcomm Snapdragon 712 પ્રોસેસર આપ્યું છે. આ ઉપરાંત ફોનમાં 4500mAhની બેટરી આપવામાં આવી છે, જે ફાસ્ટ ચાર્જિંગ ટેક્નોલોજીને પૂરી રીતે સપોર્ટ કરે છે.
ડિઝાઇનના લીધે ફોનની આટલી રાખી છે કિંમત
કંપનીએ આ ફોનની કિંમત 27900 રૂપિયા રાખી છે, જોકે બેસ મોડલની કિંમત છે. જો તમે આ ફોનનું સૌથી ઉંચુ મોડલ લેશો તો પછી તે વધુ મોંઘુ મળશે. વીવો હંમેશાથી ફોનની ડિઝાઇનને લઇને ઓળખાય છે. આ કંપની એકદમ સુંદર સ્માર્ટફોન બનાવવાનું શરૂ કરે છે. કંપનીએ આ ફોનને પણ મિસ્ટિક સિલ્વર અને પિયાનો બ્લેક કલરમાં રજૂ કરે છે. સિલ્વર વેરિએન્ટમાં એક પ્રિમિયમ સ્માર્ટફોનની ફિલ આપે છે. આ બિલકુલ સેમસંગ ગેલેક્સી એસ20 જેવો લાગે છે.
રિયર પેનલ પર ચાર કેમેરા
કંપનીએ ફોનના રિયર પેનલ પર ચાર કેમેરાથી સજ્જ અને એક એલઇડી ફ્લેશ પર આપવામાં આવી છે. આ ફોનમાં એક જ સમસ્યા છે ભારે હોવાના કારણે તેને ઘણીવાર બે હાથથી પડકવો પડે છે. ફોન ફિંગરપ્રિંટ લેવા માટે વારંવાર પ્રયત્ન કરે છે, જેથી તમને મુશ્કેલી થઇ શકે છે.
આ છે ટેક્નિકલ સ્પેસિફિકેશન
વજન: 186.5 ગ્રામ
સ્ક્રીન: 6.44 ઇંચ
જૈક: 3.5mm
યૂએસબી: સી-ટાઇપ
કેમેરા: બેક પેનલમાં 48-megapixel પ્રાઇમરી લેન્સ, 8MP Ultra-Wide-Angle, 2MP macro camera અને 2MP bokeh કેમેરા છે. જે સુંદર તસવીરો અને વીડિયો બનાવે છે.
ફ્રન્ટ પેનલમાં 32-megapixel પ્રાઇમરી સેલ્ફી શૂટર કેમેરા છે જેની સાથે એક 8megapixel ultra-wide angle કેમેરા પણ છે.
આ ઉપરાંત ફોનમાં માઇક્રોફોન, સ્પીકર, પાવર બટન અને અવાજ માટે રોકર આપવામાં આવ્યું છે. લેફ્ટમાં સિમ ટ્રે આપવામાં આવી છે, જેમાં બે સિમ અને એક માઇક્રો એસડી કાર્ડનો સ્લોટ આપવામાં આવ્યો છે. ફોનમાં સુરક્ષા માટે કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 6 આપવામાં આવ્યો છે. ફોનમાં FHD+ AMOLED પેનલ આપવામાં આપવામાં આવ્યું છે. જેમાં HDR10 ને સપોર્ટ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે