ગુજરાત, કર્ણાટક પછી મધ્યપ્રદેશમાં તૂટી કોંગ્રેસ, કમલનાથ સરકાર આવી લઘુમતીમાં....

મધ્ય પ્રદેશની કોંગ્રેસ સરકારમાં જ્યોતિરાદિત્ય સિંધિયા અને 19 ધારાસભ્યોએ રાજીનામું આપી દેતાં કમલનાથ સરકાર લઘુમતીમાં આવી ગઈ છે. સિંધિયાએ પોતાનું રાજીનામું કોંગ્રેસને મોકલી આપ્યું જેને કોંગ્રેસે માન્ય રાખ્યું છે. મધ્ય પ્રદેશના રાજનીતિમાં ધુળેટી પર ભૂકંપ આવ્યો છે. કોંગ્રેસ તૂટી છે અને હવે કોંગ્રેસ સરકાર પણ તૂટવાની અણી પર છે. તો રાજનીતિની સૌથી મોટી ખબર. ભાજપનું ઓપરેશન કમલ સફળ થયું છે. કર્ણાટક પછી કોંગ્રેસને સત્તામાંથી દૂર કરવામાં મધ્ય પ્રદેશમાં ભાજપને સફળતા મળતી દેખાઈ રહી છે. મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથની સરકાર લઘુમતીમાં મુકાઈ ચૂકી છે.

Trending news