કલેક્ટર સાથે બેઠ પૂર્ણ, વિદ્યાર્થીઓની માગણીઓ સ્વીકારવામાં આવી
ગઈકાલથી ચાલી રહેલું બિનસચિવાલય પરીક્ષા (binsachivalay exam) રદ કરવાનું વિદ્યાર્થીઓનું આંદોલન વધુને વધુ મજબૂત બની રહ્યું છે. ત્યારે વિદ્યાર્થીઓની મહેતન આખરે રંગ લાવી છે. વિદ્યાર્થીઓના વિરોધ સામે આખરે સરકારને ઝૂકવુ પડ્યું હતું. રૂપાણી સરકારે (Vijay Rupani) પરીક્ષાર્થી નેતાઓના પ્રતિનિધિ મંડળને મંત્રણા માટે આમંત્રણ આપ્યું હતું. જેના બાદ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જિલ્લા કલેક્ટરને મળ્યા હતા. ત્યારે હવે બિનસચિવાલય પરીક્ષા મામલે એસઆઈટી (SIT) ની રચના કરવામાં આવશે તેવો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે.