આફતોનું સૂર્યગ્રહણ: અમદાવાદ સહિત અન્ય શહેરના લોકોએ નિહાળ્યું સૂર્ય ગ્રહણ

અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ સહિત ગુજરાતમાં વર્ષનો અંતિમ ખંડગ્રાસ સૂર્યગ્રહણ જોવા મળ્યો. અમદાવાદમાં સાયનસિટી, રિવરફ્રન્ટ તેમજ અન્ય જગ્યાઓએ સૂર્યગ્રહણ જોવાની વ્યવસ્થા ઊભી કરાઇ. સાયનસિટી ખાતે વિદ્યાર્થીઓને સૂર્યગ્રહણ જોવા માટે ચશ્મા પણ આપવામાં આવ્યા. તો બીજી તરફ વડોદરામાં ગુરુદેવ વેદ શાળા અને ઊર્મિ સ્કૂલ દ્વારા સૂર્યગ્રહણ જોવાની વ્યવસ્થા ઊભી કરાઇ હતી. ઊર્મિ સ્કૂલ ખાતે સૂર્યગ્રહણ જોવા માટે અમેરિકન બનાવટના બે સોલાર ટેલિસ્કોપ મૂકવામા આવ્યા. તેમજ વિદ્યાર્થીઓ ને સૂર્યગ્રહણ જોવા માટે ચશ્મા પણ આપવામાં આવ્યા.

Trending news