લોકસભા ચૂંટણી 2019ની તારીખોની આજે જાહેરાત!, સાંજે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ

આજે સાંજે 5 વાગે આગામી લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ શકે છે. મળતી માહિતી મુજબ સાંજે પાંચ વાગ્યે ચૂંટણી પંચે દિલ્હીના વિજ્ઞાન ભવનના હોલ નંબર એકમાં એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું છે. એવી અટકળો છે કે લોકસભા ચૂંટણીની સાથે ચાર રાજ્યોમાં થનારી વિધાનસભા ચૂંટણીની તારીખોની પણ જાહેરાત થઈ શકે છે.

Trending news