ગુજરાતમાં 1.40 લાખથી પણ વધુ બાળકો કુપોષિત, ટોપ પર છે આ જિલ્લો
દેશના મોડલ સ્ટેટ ગુજરાતમાં જ કુપોષિત બાળકોની સંખ્યાનો ચિંતાજનક આંકડો સામે આવ્યો છે. રાજ્યમાં 1 લાખ 42 હજાર 142 બાળકો કુપોષણથી પીડાતા હોવાનો સરકારે ખુલાસો કર્યો છે. ત્યારે દાહોદ શહેર કુપોષણના લિસ્ટમાં ટોપ પર છે. ગુજરાત સરકારે આપેલા આંકડા અનુસાર ગુજરાતના 33 જિલ્લાના 1 લાખ 42 હજાર બાળકો કુપોષણનો શિકાર બનેલા છે.