બનાસકાંઠાના નાગલા ગામના લોકોએ Dy કલેક્ટરને આપ્યું આવેદન
બનાસકાંઠા જિલ્લાના થરાદના નાગલા ગામના ગ્રામજનોએ ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. 2015 તેમજ 2017ના પુર વખતે ગામમાં પાણી ભરાયું હતું. હજુ પણ પાણી નિકાલ માટે કોઈ કાર્યવાહી કરાઇ નથી. ગ્રામજનોને પુનર્વસન માટે સરકારે ખાત્રી આપી હતી. હજુ સુધી પુનર્વસન માટે કોઈ જગ્યા મળી નથી. ગ્રામજનોએ વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિર્ણય ન આવતા નાયબ કલેકટરને આવેદનપત્ર અપાયું હતું. 10 દિવસમાં યોગ્ય નિકાલ કરવામાં નહિ આવે તો ગ્રામજનો આમરણાંત ઉપવાસની ચીમકી ઉચ્ચારી હતી.