રાજકોટ: દીપ ગ્રુપના સંચાલકોએ કરોડોનું ફૂલેકુ ફેરવ્યું
રાજકોટમાં દીપ ગ્રુપના સંચાલકોએ કરોડોનું ફૂલેકુ ફેરવ્યું. જેતપુરમાં દીપ ગ્રુપના સંચાલક ફૂલેકુ ફેરવી ફરાર થઈ ગયા. બાઇક વગેરેની સ્કીમ આપતી પેઢીએ કરોડોનું કૌભાંડ કર્યું. 2 હાજરથી વધારે લોકોના રૂપિયા ડૂબ્યા. કિશોર ઠુમર નામનો વ્યક્તિ લોભામણી સ્કીમ આપતો હતો. સ્કીમ પુરી થતા લોકોને બાઇક કે વ્યાજ સાથે પૈસા પરત કરતો. રોકાણ ઉપર તગડું વ્યાજ આપવાની લાલચ આપતો લોકો ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશન પહોંચ્યા. જેતપુર પોલીસે છેતરપિંડીની ફરિયાદ નોંધી.