લોકડાઉનના સમયમાં સામાજિક સંસ્થાઓ આવી જરૂરિયાતમંદોની મદદે
અમદાવાદમાં શ્રમજીવીઓ માટે ખાસ ફૂડ પેકેટ્સની વ્યવસ્થા કરાઈ રહી છે. નવા વાડજમાં 108 ગોપાલક યુવક મંડળ દ્વારા ફૂડ પેકેટ્સ તૈયાર કરાઈ રહ્યા છે. સેવા કેમ્પમાં અલ્પેશ ઠાકોર જાતે પુરી તળી રહ્યા છે. અલ્પેશ ઠાકોર અને તેની ટિમ દ્વારા રોજના 5 હજાર ફૂડ પેકેટ્સ તૈયાર કરાયા છે.