એ હાલો ઉબાડીયું ખાવા.....! આ વાનગીની સોડમ દૂર-દૂરથી લોકોને ખેંચી લાવે છે નવસારી, લાગે છે લોકોની લાંબી લાઈનો..
શિયાળો શરૂ થતાની સાથે જ લોકો પોતાના હેલ્થને લઈને ચિંતા કરવા લાગે છે. જેમાં કસરત કરવાની સાથે જ આરોગ્ય વર્ધક વાનગીઓ પણ શોધવા લાગે છે. ત્યારે દક્ષિણ ગુજરાતની શિયાળાની આરોગ્યપ્રદ વાનગી ઉબાડિયુ આરોગવા માટે સમગ્ર ગુજરાતમાંથી લોકો દક્ષિણમાં આવી રહ્યા છે. તેલ અને ભારે મસાલાના ઉપયોગ વગર બનતું ઉબાડિયુ સ્વાસ્થ્ય માટે ખુબ જ આરોગ્યવર્ધક હોય છે.