વરસાદી વાતાવરણમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું આકર્ષણનું કેન્દ્ર, જુઓ વીડિયો
નર્મદા ડેમની સપાટી 131 મીટરે પહોંચી જતા ડેમના 26 દરવાજા ખોલી દેવાયા હતા. ડેમની ઊંચાઈ વધાર્યા બાદ પહેલીવાર દરવાજા ખોલવામાં આવ્યા હતા. આ ઐતિહાસિક ક્ષણને નિહાળવા માટે ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ પહોંચી ગયા હતા. ત્યારે નર્મદા ડેમના દરવાજા ખોલાતા ત્રણ જિલ્લાઓને અસર થવાની છે. જેની અસર હવે દેખાવા લાગી છે.