વરસાદના પગલે ગુજરાતથી પસાર થતી 13 જેટલી ટ્રેનો કરવામાં આવી રદ, જુઓ વિગત
મહારાષ્ટ્રના પાલઘર સ્ટેશન પર પાણી ફરી વળ્યા,પાણી ફરી વળતા રેલ વ્યવહાર ખોરવાયો. પાણી ભરાવાને કારણે કેટલીક ટ્રેન રદ્દ કરવામાં આવી છે. ટ્રેન રદ થતા વલસાડ અને સુરતના સ્ટેશન પર મુસાફરો અટવાયા. સુરત વિરાર શટલ ટ્રેન રદ કરવામાં આવી.12954 ઓગસ્ટ ક્રાંતિ રાજધાની એકસ્પ્રેસ એક કલાક મોડી પડી. 14707 રણકપુર એક્સપ્રેસ 2.30 કલાક મોડી.