માત્ર ઉપર છલ્લા સમાચારો નહી પરંતુ સમાચારોનું સચોટ વિશ્લેષણ X Ray...
ગુજરાતમાં જેટલા વરસાદની જરૂર છે તેની સામે 64 વરસાદ નોંધાઈ ચૂક્યો છે. 31મી જુલાઈએ જે વરસાદ માત્ર 40 ટકા હતો જેમાં માત્ર 8 દિવસમાં 24 ટકાનો વધારો થયો છે. 2018માં ઓછો વરસાદ થતાં ગુજરાતના ખેડૂતોને સિંચાઈના પાણી માટે વલખાં મારવા પડ્યા હતા. પરંતુ આ વર્ષે મેઘરાજા પ્રસન્ન થતાં મોટાભાગના જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. જેના કારણે 2019નું વર્ષ ખેડૂતો અને ગુજરાતના લોકો માટે પાણીદાર રહેવાનું છે.