ઓમાનમાં સજા ભોગવી રહેલા 17 ભારતીયોને સુલ્તાને આપી 'શાહી માફી'
ઓમાનના સુલ્તાન કબુસે તેમના દેશમાં સજા ભોગવી રહેલા 17 ભારતીયોને ઈદના અવસરે 'શાહી માફી' આપી.
Trending Photos
નવી દિલ્હી: ઓમાનના સુલ્તાન કબુસે તેમના દેશમાં સજા ભોગવી રહેલા 17 ભારતીયોને ઈદના અવસરે 'શાહી માફી' આપી. વિદેશ મંત્રી એસ જયશંકરે ટ્વીટ કરી કે, 'અમે ઈદ ઉલ ફિત્રના અવસરે ઓમાનના માનનીય સુલ્તાન કબુસની આ રહેમદિલીને બિરદાવીએ છીએ.'
We appreciate this merciful gesture on the auspicious occasion of Eid-ul-Fitr by His Majesty Sultan Qaboos of Oman https://t.co/hvWksv7JZM
— Dr. S. Jaishankar (@DrSJaishankar) June 12, 2019
ઓમાનમાં ભારતીય દૂતાવાસે જણાવ્યું કે સુલ્તાન કબુસે ઓમાનમાં સજા ભોગવી રહેલા 17 ભારતીયોને ઈદના અવસરે 'શાહી માફી' આપી.
જુઓ LIVE TV
દૂતાવાસે ટ્વીટ કરી કે ભારત સરકાર એક મિત્ર દેશ દ્વારા દેખાડવામાં આવેલા આ કરુણાની ભાવનાને બિરદાવે છે. વિશ્વભરમાં ગત સપ્તાહે ઈદની ઉજવણી થઈ હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે