UN મહાસવિચ પદ માટે આ ભારતીય મહિલાએ નોંધાવી દાવેદારી, Antonio Gutares ને આપ્યો પડકાર

શું 75 વર્ષ બાદ સંયુક્ત રાષ્ટ્ર સંઘને પ્રથમ મહિલા મહાસવિચ મળી શકે છે? સંયુક્ત રાષ્ટ્રના એક એકમમાં કામ કરનાર ભારતીય મૂળની આકાંક્ષા અરોરાએ આ પોસ્ટ માટે પોતાની દાવેદારીની જાહેરાત કરી છે. 

UN મહાસવિચ પદ માટે આ ભારતીય મહિલાએ નોંધાવી દાવેદારી, Antonio Gutares ને આપ્યો પડકાર

ન્યૂયોર્કઃ સંયુક્ત રાષ્ટ્ર (UN) માં ભારતીય મૂળની એક અધિકારીએ આ વૈશ્વિક સંગઠનના આગામી મહાસચિવ માટે પોતાની ઉમેદવારીની જાહેરાત કરી છે. સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ (UNDP) માં લેખા પરીક્ષા સમન્યવક તરીકે કાર્યરત આકાંક્ષા અરોરા (Akanksha Arora) હાલના મહાસવિચ એન્તોનિયો ગુતારેસ (Antonio Gutares) વિરુદ્ધ ઉમેદવારીની જાહેરાત કરનાર પ્રથમ વ્યક્તિ છે. 

બીજા કાર્યકાલ માટે ઉભા રહેશે ગુતારેસ
ગુતારેસે સંયુક્ત રાષ્ટ્ર પ્રમુખ તરીકે પોતાના બીજા કાર્યકાળ માટે પોતાની ઉમેદવારી રજૂ કરી છે. સંયુક્ત રાષ્ટ્ર પ્રમુખનો કાર્યકાળ પાંચ વર્ષનો હોય છે. આંકાક્ષા અરોડા (34) (Akanksha Arora) એ કહ્યું કે, તે વિશ્વના સર્વોચ્ચ રાજદ્વારીના પદ માટે ચૂંટણીમાં ઉભી રહેશે. તેણે પોતાની 'અરોરાફોરએસજી' મુહિમ આ મહિનાએ શરૂ કરી છે. 

આકાંક્ષાએ જાહેર કર્યો અઢી મહિનાનો વીડિયો 
આકાંક્ષા  (Akanksha Arora) એ ઓનલાઇન જાહેર કરેલા અઢી મિનિટના પોતાના વીડિયોમાં કહ્યું, 'મારા પદના લોકોથી પ્રભાર સંભાળી રહેલા લોકો વિરુદ્ધ ઉભા થવાની અપેક્ષા કરવામાં આવતી નથી. અમારી પાસે અપેક્ષા રાખવામાં આવે છે કે પોતાની તકની રાહ જુઓ, જુની પ્રક્રિયા અનુસાર કામ કરતા રહો, કામ પર જાવ, પોતાનું માથુ ઝુકાવીને રાખો અને દુનિયા જેવી છે, તેવો તેનો સ્વીકાર કરી લો.'

— Arora Akanksha (@arora4people) February 12, 2021

યૂએનમાં આજ સુધી કોઈ મહિલા મહાસચિવ બની નથી
આકાંક્ષાએ કહ્યું કે, તેની પહેલા આવેલા લોકો સંયુક્ત રાષ્ટ્રને જવાબદાર બનાવવામાં નિષ્ફળ રહ્યાં છે અને તે માટે તે સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ પદની ચૂંટણીમાં ઉભી રહી છે. ગુતારેસ (71) (Antonio Gutares) એ પાછલા મહિને પુષ્ટિ કરી હતી કે તે સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ પદ તરીકે બીજા કાર્યકાળ માટે પણ ચૂંટણીમાં ઉભા રહેશે. ગુતારેજનો પ્રથમ કાર્યકાળ આ વર્ષે 31 ડિસેમ્બરે સમાપ્ત થશે. તે સંયુક્ત રાષ્ટ્રના નવમા મહાસચિવ છે અને સંયુક્ત રાષ્ટ્રના 75 વર્ષના ઈતિહાસમાં કોઈપણ મહિલા તેની મહાસચિવ બની નથી. 

UN મહાસભા અધ્યક્ષને હજુ સુધી નથી મળ્યો પત્ર
સંયુક્ત રાષ્ટ્ર  (UN) મહાસભા અધ્યક્ષ વોલ્કન બોજકિરના પ્રવક્તા બ્રેન્ડન વર્માને સંવાદદાતા સંમેલનમાં પૂછવામાં આવ્યુ કે આકાંક્ષાએ પોતાની ઉમેદવારીના સંબંધમાં અધ્યક્ષ સાથે કોઈ ઔપચારિક સંવાદ કર્યો નથી. તેના જવાબમાં વર્માએ કહ્યુ કે, અધ્યક્ષના કાર્યાલયને હજુ સુધી કોઈ ઔપચારિક પત્ર મળ્યો નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news