અમેરિકામાં જન્મ, અફઘાન આર્મીમાં રહ્યા કર્નલ, કોણ છે અફઘાનિસ્તાનની સત્તા મેળવનારા અલી અહમદ જલાલી

અલી અહમદ જલાલી અફઘાનિસ્તાનની દ્રષ્ટિએ માત્ર એક મોટા નેતા નથી. પરંતુ કૂટનીતિક મામલામાં પણ સક્ષમ છે. અનેક પ્રસંગે પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરી ચૂકેલા જલાલીની પાસે એક લાંબો અનુભવ છે.

અમેરિકામાં જન્મ, અફઘાન આર્મીમાં રહ્યા કર્નલ, કોણ છે અફઘાનિસ્તાનની સત્તા મેળવનારા અલી અહમદ જલાલી

કાબુલ: અફઘાનિસ્તાનમાં મોટો રાજકીય ફેરફાર થવા જઈ રહ્યો છે. તાલિબાનની વધતી તાકાતની વચ્ચે અફઘાનિસ્તાનમાં એક વચગાળાની સરકારની રચના થવાની છે. જેના હેડ અલી અહમદ જલાલીને ગણાવાઈ રહ્યા છે. ચર્ચા ચાલી રહી છે કે અલી અહમદ જલાલીને સત્તા સોંપવામાં આવશે.

અલી અહમદ જલાલીને મળશે સત્તા:
અલી અહમદ જલાલી અફઘાનિસ્તાનની દ્રષ્ટિએ માત્ર એક મોટા નેતા નથી. પરંતુ કૂટનીતિક મામલામાં પણ સક્ષમ છે. અનેક પ્રસંગે પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરી ચૂકેલા જલાલીની પાસે એક લાંબો અનુભવ છે. એક રાજદૂતથી લઈને પ્રોફેસર સુધી, એક કર્નલથી થઈને સરકારમાં મંત્રી સુધી, અલી અહમદ જલાલીને તે પદ સંભાળ્યા છે જેના કારણે તે અફઘાનિસ્તાનની રાજનીતિને પણ સમજે છે અને તાલિબાન પર પણ તેમની સારી પકડ છે.

અફઘાનિસ્તાન માટે કેમ મહત્વના જલાલી:
અલી અહમદ જલાલીનો જન્મ અફઘાનિસ્તામાં નહીં પરંતુ અમેરિકામાં થયો હતો. તે 1987થી અમેરિકાના નાગરિક હતા. અને મેરીલેન્ડમાં રહેતા હતા. પછીથી 2003માં તેમની અફઘાનિસ્તાનમાં વાપસી થઈ હતી. જ્યારે તાલિબાનનો કહેર ઓછો થઈ રહ્યો હતો અને દેશને એક મજબૂત સરકારની જરૂર હતી. તે મુશ્કેલ સમયમાં જલાલીને દેશના ઈન્ટીરિયર મિનિસ્ટર બનાવવામાં આવ્યા હતા. તે સપ્ટેમ્બર 2005 સુધી આ પદ પર રહ્યા હતા. તે સિવાય જ્યારે અફઘાનિસ્તાનમાં 80ના દાયકામાં સોવિયત સંઘ સાથે લાંબુ યુદ્ધ ચાલ્યું હતું. ત્યારે પણ અલી અહમદ જલાલીએ એક સક્રિય ભૂમિકા ભજવી હતી. તે સમયમાં તે અફઘાન આર્મીમાં કર્નલના પદ પર હતા. તે સમયમાં તે અફઘાન રેસિસ્ટન્સ હેડક્વાટર્સમાં મુખ્ય સલાહકારની ભૂમિકા ભજવી રહ્યા હતા. એવામાં મુશ્કેલ સમયમાં દરેક વખતે અલી અહમદ જલાલીએ અફઘાનિસ્તાનમાં નિર્ણાયક કામ કર્યું છે.

જલાલીનું આવવું મજબૂરી કે મજબૂતી:
હવે તાલિબાનની વધતી તાકાતની વચ્ચે પણ તેમને તે ભૂમિકાની ફરી આશા કરવામાં આવી રહી છે. એવી ચર્ચા જરૂર છે કે આ નવી વચગાળાની સરકારમાં તાલિબાન જરૂરિયાતથી વધારે હસ્તક્ષેપ કરી શકે છે. પરંતુ અત્યારે અફઘાનિસ્તાન પાસે કોઈ વિકલ્પ નથી અને જલાલી પર વિશ્વાસ કરવો તેમની મજબૂરી પણ છે અને આશા પણ.

જલાલી પાસેથી અપેક્ષા કેમ વધારે:
અલી અહમદ જલાલી પાસેથી લોકોની આશા એટલા માટે બંધાયેલી છે. કેમ કે જ્યારે તે ઈન્ટીરિયર મંત્રી હતા. ત્યારે તેમના તરફથી અફઘાન નેશનલ પોલીસની એક મોટી ફોજ ઉભી કરી દીધી હતી. તે સમયે સેનામાં લગભગ 50,000 જવાનોને ટ્રેનિંગ આપવામાં આવી હતી. તે સિવાય સીમા પોલીસના પણ 12 હજાર વધારાના સૈનિક તૈયાર કરવામાં આવ્યા હતા. આતંકવાદથી લઈને ઘૂસણખોરી સુધી અનેક એવા પગલાં છે જેમના પર જલાલીની રણનીતિ સ્પષ્ટ પણ હતી અને એકદમ કડક પણ. તે સિવાય 2004ની રાષ્ટ્રપતિ ચૂંટણી કરાવવી અને 2005માં સંસદીય ચૂંટણી કરાવવામાં જલાલીની મોટી ભૂમિકા હતી. એવામાં હવે જ્યારે તેમને વચગાળાની સરકારની કમાન સોંપવાની ચર્ચા ચાલી રહી છે ત્યારે તેમની સામે પહાડ જેવો મોટો પડકાર છે. હવે તે કેવી રીતે અને કેટલી ઝડપથી અફઘાનિસ્તાનને આ સંકટમાંથી મુ્ક્ત કરે છે તે આવનારો સમય બતાવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news