પહેલા હતા પાદરી અને 83 વર્ષે હવે બન્યા પોર્નસ્ટાર, જીવનનો યાદગાર અનુભવ ગણાવ્યો
આ પાદરીએ 83 વર્ષની ઉંમરે એક એવું સપનું પૂરું કરીને બતાવ્યું કે જેના વિશે તમે જાણશો તો નવાઈ પામશો.
Trending Photos
ભગવાને આપેલી આ જિંદગીને મન મૂકીને માણવી જોઈએ. નાની નાની ખુશીઓ જીવનને ખુશહાલ કરી નાખે છે. કરિયર માટે પણ લોકો જાત જાતના વિચારો કરતા હોય છે. તેને અમલમાં મૂકવા માટે તનતોડ મહેનત કરતા હોય છે. ઘણાના સપના પૂરા થાય છે જ્યારે ઘણાના કમનસીબે નથી થતા. પરંતુ આ પાદરીએ 83 વર્ષની ઉંમરે એક એવું સપનું પૂરું કરીને બતાવ્યું કે જેના વિશે તમે જાણશો તો નવાઈ પામશો.
કારકિર્દીનો આ એક એવો વિકલ્પ છે કે તેને મોટાભાગે લોકો પસંદ કરતા નથી. પણ અમરિકાના નોર્થ કેરોલિનામાં રહેતા 83 વર્ષના પૂર્વ પાદરી નોર્મ સેલ્ફ નામના વ્યક્તિએ પોતાનું સપનું પૂરું કર્યું. પોર્ન સ્ટાર બનવા માટે નોકરી સુદ્ધા છોડી દીધી. તેમણે હાલમાં જ પોતાની પહેલી એડલ્ટ ફિલ્મના અનુભવ વિશે જણાવ્યું. દાયકા પહેલા તેઓ એક પાદરી તરીકે કામ કરતા હતા. પછી તેમણે તે કામ છોડી દીધું. તેમને એવું લાગ્યું કે તેઓ સમલૈંગિક છે. 2017માં તેમણે એક એડલ્ટ ફિલ્મ બનાવી. તેમનો આ અનુભવ ખુબ સારો રહ્યો. તેમનું કહેવું છે કે 83 વર્ષની ઉંમરે સેક્સ કરવું એ મારા 'જીવનનો સૌથી સારો અનુભવ' હતો. તેમને હજુ એડલ્ટ ફિલ્મોમાં ભૂમિકા ભજવવી છે.
તેમણે ભારપૂર્વક કહ્યું કે લોકોને સેક્સ વિશે જાણકારી આપવામાં તેઓ ખુબ ખુશી અનુભવે છે. જો કે લોકોને તેમનું એક વડીલના આવું કામ કરવું ગમ્યું નહીં. આ મામલે તેમણે લોકોને કમેન્ટ્સ અંગે ગુસ્સો પણ વ્યક્ત કર્યો. નોર્થ કેરોલિનાના આ પૂર્વ પૂજારીએ દુનિયાને માનવ તસ્કરીથી છૂટકારો અપાવવા અંગે સમર્થન વ્યક્ત કર્યું.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે