કોરોના: ટ્રમ્પે અમેરિકી નાગરિકોને વોરિયર્સ ગણાવીને શટડાઉન ખોલી નાખવાની કરી વાત
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે કોરોના વાયરસના સંક્રમણ વચ્ચે અમેરિકી નાગરિકોને તેઓ વોરિયર્સ તરીકે તરીકે જૂએ છે. ટ્રમ્પ એરિઝોના પ્રાંત પહોંચ્યા અને અહીં તેમણે એન95 માસ્ક બનાવનારી હનીવેલ ફેસિલિટીની મુલાકાત લીધી. આ દરમિયાન ટ્રમ્પે ફરીએકવાર શટડાઉન ખોલવાની અને કામ પર પાછા ફરવાની વાત દોહરાવી.
Trending Photos
વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે કોરોના વાયરસના સંક્રમણ વચ્ચે અમેરિકી નાગરિકોને તેઓ વોરિયર્સ તરીકે તરીકે જૂએ છે. ટ્રમ્પ એરિઝોના પ્રાંત પહોંચ્યા અને અહીં તેમણે એન95 માસ્ક બનાવનારી હનીવેલ ફેસિલિટીની મુલાકાત લીધી. આ દરમિયાન ટ્રમ્પે ફરીએકવાર શટડાઉન ખોલવાની અને કામ પર પાછા ફરવાની વાત દોહરાવી.
હનીવેલ ફેસિલિટીની મુલાકાતે આવેલા ટ્રમ્પે કહ્યું કે હું અમેરિકાના લોકોને વોરિયર્સ તરીકે જોઉ છું. હું દેશના લોકોની દ્રઢતાને ધન્યાવાદ આપુ છું. આપણે અનેક અમેરિકી નાગરિકોના જીવ બચાવી લીધા છે. હવે આપણો દેશ કોરોના સામેની આ જંગના આગામી તબક્કામા છે- તે છે સુરક્ષિત અને દેશને ફરીથી ખોલવાના તબક્કામાં.
Thanks to the profound commitment of our citizens, we have flattened the curve and countless American lives have been saved. Our country is now in the next stage of the battle - a very safe phased and gradual reopening, reopening our country: US President Donald Trump #COVID19 pic.twitter.com/GAHLoMpqkU
— ANI (@ANI) May 5, 2020
અમેરિકા પ્રગતિ કરી રહ્યું છે, સ્થિતિ થોડી સારી થઈ રહી છે
ટ્રમ્પે કહ્યું કે કઈક સારું થઈ રહ્યું છે. આપણે શાનદાર પ્રગતિ કરી છે. પરંતુ હજુ પણ હું આ અંગે વાત કરવા માંગતો નથી. આપણે નવી થેરેપી અને વેક્સીન તૈયાર કરવાની દિશામાં આગળ વધી રહ્યાં છીએ. 90 ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહ્યાં છે અને સેંકડો હજુ પણ શરૂ થવાની છે. એરિઝોનાની મુલાકાત ટ્રમ્પના સામાન્ય પ્રવાસની શરૂઆત તરીકે જોવામાં આવી રહ્યો છે.
N-95 માસ્ક બનાવનારી હનીવેલ ફેસીલિટી પહોંચ્યા ટ્રમ્પ
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે સામાન્ય રીતે આવી એક ફેસીલિટી તૈયાર કરવામાં 9 મહિનાનો સમય લાગે છે. પરંતુ હનીવેલે શાનદાર કામ કરીને 5 અઠવાડિયાની પણ અંદર આવી 2 ફેક્ટરી બનાવી લીધી. અહીં 20 મિલિયન માસ્કનું પ્રોડ્કશન થયું. અમેરિકામાં કોરોનાને રોકવા માટે અનેક પ્રાંતમાં શટડાઉન છે અને ટ્રમ્પ હવે તેને ખોલવા માંગે છે. જેથી કરીને ઈકોનોમી પ્રભાવિત ન થાય. આ જ કારણે ફેડરલ સરકાર અને પ્રાંતીય સરકારો વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે.
જુઓ LIVE TV
અમેરિકામાં અત્યાર સુધીમાં 70 હજાર લોકોના મોત
આ સાથે જ ટ્રમ્પે કહ્યું કે જેમણે પણ પોતાના માણસો કોરોનાના કારણે ગુમાવ્યાં છે તેમનું કોઈ નથી. હું આ અંગે વિચારું છું તો રાતે ઊંઘ આવતી નથી. તેનાથી સૌથી વધુ હું પ્રભાવિત થયો છું. અત્રે જણાવવાનું કે અમેરિકામાં કોરોનાના કારણે જીવ ગુમાવનારાઓનો આંકડો 70 હજાર પહોંચ્યો છે. જ્યારે 10 લાખથી વધુ લોકો કોરોના સંક્રમિત છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે