ઓસ્ટ્રેલિયા: ભારતીય મૂળના લોકોએ કલમ 370 હટાવવાના નિર્ણયને સમર્થન જાહેર કરતી રેલી કાઢી
ઓસ્ટ્રેલિયામાં રવિવારે ભારતીય મૂળના ઓસ્ટ્રેલિયન નાગરિકો જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 (Article 370)ને ખતમ કરવાના સમર્થનમાં મેલબર્નમાં ભેગા થયાં.
Trending Photos
મેલબર્ન: ઓસ્ટ્રેલિયામાં રવિવારે ભારતીય મૂળના ઓસ્ટ્રેલિયન નાગરિકો જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 (Article 370)ને ખતમ કરવાના સમર્થનમાં મેલબર્નમાં ભેગા થયાં. ત્યારબાદ વિક્ટોરિયન સ્ટેટ પાર્લિયામેન્ટથી ફેડરેશન સ્ક્વેરસુધી કાશ્મીરી પંડિતોના નેતૃત્વમાં એક રેલીનું આયોજન કરાયું. અત્રે જણાવવાનું કે જમ્મુ અને કાશ્મીરમાંથી સરકારે 5 ઓગસ્ટના રોજ કલમ 370 હટાવી હતી.
Melbourne, Australia: Australian citizens of Indian-origin gather to show support to revocation of Article 370. It was followed by a rally led by Kashmiri Pandits from Victorian state parliament to Federation Square pic.twitter.com/nHceQb2Y9U
— ANI (@ANI) September 15, 2019
આ બાજુ મોદી સરકાર તરફથી કલમ 370 હટાવાયા બાદથી પાકિસ્તાન એટલું અકળાયું છે કે હવે તે ભારત વિરુદ્ધ નીત નવા ષડયંત્ર રચી રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્રથી લઈને અન્ય મંચો પર આંતરરાષ્ટ્રીય ફજેતી થયા બાદ પણ પાકિસ્તાન પોતાના નાપાક હરકતો છોડતું નથી. ગૃહ મંત્રાલયના સૂત્રોના જણાવ્યાં મુજબ હવે પાકિસ્તાન સોશિયલ મીડિયા દ્વારા લોકોને ભડકાવી રહ્યું છે. આ સાથે જ તે નાગાલેન્ડના ઉગ્રવાદીઓ સુધી પણ પોતાની પહોંચ વધારી રહ્યું છે.
જુઓ LIVE TV
કાશ્મીર મુદ્દે ચીન અને પાકિસ્તાને પછડાટ ખાવી પડી હતી. જમ્મુ કાશ્મીરમાં કલમ 370માં પરિવર્તન મુદ્દે પાકિસ્તાનની પડખે જઈ બેઠેલા ચીને યુએનએસસીની બેઠકમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો. પરંતુ પાકિસ્તાન અને ચીનને દુનિયાના કોઈ દેશનું સમર્થન મળ્યું નહીં. રશિયા સહિત અન્ય દેશોએ ભારતનું સમર્થન કર્યું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે