Barak Obama ના એક નિવેદને દુનિયાને ચોંકાવ્યા, કહ્યું મેં UFO જોયા છે, અમેરિકાની સેનાથી પણ વધારે ઝડપી છે

ઓબામાએ કહ્યું કે, લોકોની એલિયન્સને લઈ પોત-પોતાની અલગ ધારણાઓ છે. જ્યારે, હું 2008માં રાષ્ટ્રપતિ બન્યો હતો.

  • UFOની સ્પિડ અમેરિકી મિલિટ્રીથી વધારે છેઃ ઓબામા
  • બરાક ઓબામાના નિવેદનથી સૌ કોઈ ચોંકી ગયા
  • અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ઓબામાનો મોટો ઘટસ્ફોટ

Trending Photos

Barak Obama ના એક નિવેદને દુનિયાને ચોંકાવ્યા, કહ્યું મેં UFO જોયા છે, અમેરિકાની સેનાથી પણ વધારે ઝડપી છે

ઝી બ્યૂરો, અમદાવાદઃ એલિયન્સનું અસ્તિત્વ મનુષ્યો માટે હજુ પણ એક મોટો શોધનો વિષય છે. કેટલીક ફિલ્મોમાં તેમના અંગે અલગ-અલગ પ્રયોગ પણ કરવામાં આવ્યા છે. ત્યારે આ મુદ્દે હવે બરાક ઓબામાએ પણ પોતાના વિચારો સામે મુક્યા છે. 'ધ લેટ લેટ શો વિધ જેમ્સ કૉર્ડન' શોમાં બરાક ઓબામાએ એલિયન્સના અસ્તિત્વ વિશે ઘણી રસપ્રદ વાતો કરી હતી.

No description available.

 

ઓબામાએ કહ્યું કે, લોકોની એલિયન્સને લઈ પોત-પોતાની અલગ ધારણાઓ છે. જ્યારે, હું 2008માં રાષ્ટ્રપતિ બન્યો હતો. ત્યાકે, હું પણ એલિયન્સ અંગે જાણવા માટે ઉત્સાહિત હતો. મેને પણ જાણવું હતું કે શું કોઈ એવી લેબ છે કે કોઈ એવી જગ્યા છે. જ્યાં, એલિયન્સના UFO રાખવામાં આવ્યા હોય.

આ મામલે તેમણે કહ્યું કે, એવી કોઈ લેબ નથી જ્યાં એલિયન રાખવામાં આવ્યા હોય. પરંતુ, એવી ઘણા વીડિયો ફૂટેજ છે. જેમાં, આકાશમાં રહસ્યમય વસ્તુઓ જોવા મળી છે. ઘણી તપાસ અને ઘણા પ્રયાસો બાદ પણ ઓ રહસ્ય વિશે કઈ જાણવા નથી મળ્યું.

તેમણે વધારે કહ્યું કે, મે એવા પણ વીડિયો જોયા છે. જેમાં, UFO અમેરિકી સેનાના હેરાન કરવાના પ્રયાસો કરતા. પરંતુ, અમે તેમની પેર્ટન સમજી નહોતા શકતા. તેમની સ્પિડ પણ અમેરિકી મિલિટ્રી કરતા વધુ ઝડપી છે. અધિકારીક રીતે તો નક્કી નહીં કહી શક્યે કે, UFO છે કે નહીં. પણ દુનિયાએ તેમને ગંભીરતાથી ધ્યાને લેવું જોઈએ. અને UFO પર ખાસ રીસર્ચ કરવાની જરૂર છે.

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલાં અમેરિકાના પૂર્વ નેવી લેફ્ટનંટ રાયન ગ્રેવ્સે કહ્યું હતું કે, વર્ષ 2015થી 2017માં UFO દેખાવાના કિસ્સાઓ વધ્યા હતા. અને તે પણ વર્જીનિયાના એ વિસ્તારમાં જેને નો ફ્લાઈંગ ઝોન જાહેર કરાયું હતું.  

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news