Shocking Picture of Mars: મંગળ ગ્રહ પર જોવા મળી બે હાથી જેવી વિચિત્ર આકૃતિ, સામે આવી ચોંકાવનારી તસવીર

Mars Planet: નાસાના ક્યૂરિયોસિટી રોવરે મંગળ ગ્રહ પર વિચિત્ર અને અદ્ભુત આકારવાળી ખડકોની તસવીર ક્લિક કરી છે. આ તસવીરો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. 
 

Shocking Picture of Mars: મંગળ ગ્રહ પર જોવા મળી બે હાથી જેવી વિચિત્ર આકૃતિ, સામે આવી ચોંકાવનારી તસવીર

નવી દિલ્હીઃ નાસાના રોવર ક્યૂરિયોસિટીએ મંગળ ગ્રહ પર કેટલીક વિચિત્ર પરંતુ અદ્ભુત રોક પિલરની તસવીર ક્લિક કરી છે. લાલ ગ્રહ પર આ ફોલ્ડ ખડકો 15 મેએ લાંબા સમયથી ચાલી રહેલા રોવર દ્વારા શોધવામાં આવી હતી. આ રોવર 6 ઓગસ્ટે ગ્રહ પર પોતાના પ્રથમ દાયકાનું પણ કામ પૂરુ કરવાનું છે. આ નિયમિત રૂપથી પૃથ્વી પર મંગળની તસવીરો મોકલતુ રહે છે. 

સીમેન્ટેડ ફિલિંગની સંભાવના
આ લાલ ખડકોની છબી મિશનના સોલ (મંગળ ગ્રહ દિવસ) 3474 પર લેવામાં આવી હતી. બ્રહ્માંડમાં જીવન જીવવાની શોધ કરનાર એક રિસર્ચ સંગઠન SETI એ ટ્વિટર પર કહ્યું- સ્પાઇક્સ સૌથી વધુ સંભાવના છે કે આ ફોલ્ડ ખડકો પ્રાચીન ફ્રેક્ચરની સીમેન્ટેડ ફિલિંગ હોય. સંસ્થાએ કહ્યું કે ફોલ્ડ ખડકો સામાન્ય રીતે રેતી અને પાણીની પરતોથી બને છે, પરંતુ બાકી ખડકોની વિશેષતા નરમ સામગ્રીથી બનેલી હતી અને નષ્ટ થવાની હતી. પરંતુ આ અજીબ આકાર ગ્રહના હળવા ગુરૂત્વાકર્ષણને કારણે પણ બની શકે છે. 

— The SETI Institute (@SETIInstitute) May 26, 2022

મિરાડોર બટ્ટે નામ આપવામાં આવ્યું છે
13 મેએ નાસાની જેટ પ્રોપલ્શન લેબોરેટરીમાં મિશનના સત્તાવાર બ્લોગ પર પોસ્ટ કરવામાં આવેલા નિવેદન અનુસાર ક્યૂરિયોસિટી રોવર માઉન્ટ શાર્પ (એઓલિસ મોન્સ) નામના ક્ષેત્રમાં કામ કરી રહ્યું હતું, જેને સોલ 3473 અને 3475 પર મિરાડોર બટ્ટેનું ઉપનામ આપવામાં આવ્યું છે. આ તસવીર માસ્ટ કેમેરા કે રોવરના માસ્ટકેમ દ્વારા લેવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

જુઓ LIVE TV

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news