શ્રીલંકાની રાજધાની કોલંબો પાસે સંભળાયો જોરદાર વિસ્ફોટનો અવાજ, લોકો દહેશતમાં

શ્રીલંકાની રાજધાની કોલંબોમાં બોમ્બ વિસ્ફોટોની સતત દહેશતથી લોકો ડરેલા છે. સમાચાર એજન્સી રોયટર્સના જણાવ્યાં મુજબ સવારે કોલંબોથી લગભગ 40 કિમી દૂર પુગોડા ટાઉનમાં એક વિસ્ફોટનો અવાજ સંભળાયો છે. જો કે આ અંગે હજુ સુધી કોઈ અધિકૃત માહિતી સામે આવી નથી. 

શ્રીલંકાની રાજધાની કોલંબો પાસે સંભળાયો જોરદાર વિસ્ફોટનો અવાજ, લોકો દહેશતમાં

નવી દિલ્હી: શ્રીલંકાની રાજધાની કોલંબોમાં બોમ્બ વિસ્ફોટોની સતત દહેશતથી લોકો ડરેલા છે. સમાચાર એજન્સી રોયટર્સના જણાવ્યાં મુજબ સવારે કોલંબોથી લગભગ 40 કિમી દૂર પુગોડા ટાઉનમાં એક વિસ્ફોટનો અવાજ સંભળાયો છે. જો કે આ અંગે હજુ સુધી કોઈ અધિકૃત માહિતી સામે આવી નથી. 

સમાચાર એજન્સી રોયટર્સે પોલીસ અને લોકોના હવાલે કહ્યું છે કે બોમ્બ વિસ્ફોટનો આ અવાજ પુગોડા ટાઉન સ્થિત મેજિસ્ટ્રેટ કોર્ટની પાછળ ખાલી પડેલી જમીન પરથી સંભળાયો છે. પુગોડા ટાઉન કોલંબોથી 40 કિમી દૂર છે. પોલીસનું કહેવું છે કે આ વિસ્ફોટની તપાસ ચાલી રહી છે. 

શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ ઝેલી ચૂકેલા શ્રીલંકામાં હજુ પણ હાઈ એલર્ટ છે. જેના પગલે પોલીસે બુધવારે અહીં એક થિયેટર પાસે ઊભેલી સંદિગ્ધ મોટરસાઈકલને નિયંત્રિત વિસ્ફોટથી ઉડાવી દીધી હતી. પોલીસે જણાવ્યું કે દક્ષિણ કોલંબોમાં સવોય સિનેમા પાસેના વિસ્તારને ખાલી કરાવીને એન્ટી બોમ્બ સ્ક્વોડે સંદિગ્ધ મોટરસાઈકલ પર નિયંત્રિત વિસ્ફોટ કર્યો. જો કે મોટર સાઈકલથી કોઈ વિસ્ફોટક મળી આવ્યો નહતો. શ્રીલંકા પોલીસે તમામ વાહનચાલકોને કહ્યું કે તેઓ શહેરમાં ક્યાંય પણ વાહન ઊભુ કરે તો પોતાનો ટેલિફોન નંબર વાહન પાસે છોડીને જાય. 

રવિવારે ઈસ્ટરના અવસરે ચર્ચો અને હોટલોમાં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટોમાં અત્યાર સુધી 359 લોકોના મોત થયા છે. આ મામલે 60 લોકોની ધરપકડ થઈ છે. શ્રીલંકામાં આ અત્યાર સુધીના સૌથી ઘાતક બોમ્બ વિસ્ફોટોની જવાબદારી ઈસ્લામિક સ્ટેટે લીધી છે. ઈસ્લામિક સ્ટેટે શ્રીલંકાના ઘાતક હુમલાની જવાબદારી લીધી અને હુમલાને અંજામ આપનારા આત્મઘાતીઓની ઓળખ પણ કરી. ઈસ્ટરના અવસરે ચર્ચો અને હોટલોમાં થયેલા હુમલાને સાત આત્મઘાતી હુમલાખોરોએ અંજામ આપ્યો હતો. 

જુઓ LIVE TV

જેહાદી ગતિવિધિઓની નીગરાણી કરતા સાઈટ ઈન્ટેલિજન્સ ગ્રુપના જણાવ્યાં અનુસાર પોતાની પ્રચાર સંવાદ સમિતિ 'અમાક'ના સભ્ય દેશોના નાગરિકો અને ઈસાઈઓને નિશાન બનાવીને જે લોકોએ હુમલો કર્યો, તેઓ ઈસ્લામિક સ્ટેટના સમૂહ સાથે જોડાયેલા હતાં. 

આ નિવેદનમાં હુમલાખોરોની ઓળખ અબુ ઉબાયદા, અબુ અલ મુખ્તાર, અબુ ખલીલ, અબુ હમ્ઝા, અબુ અલબારા, અબુ મોહમ્મદ અને અબુ અબ્દુલ્લાહ તરીકે કરાઈ છે. નિવેદનમાં કેવી રીતે હુમલો કરાયો તે પણ જણાવવામાં આવ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news