સ્પેનમાં આભ ફાટ્યું! પાણીના વેણમાં વહ્યાં વાહનો, મકાન-દુકાનો ધરાશાયી, 60થી વધુનાં મોત

World News: દક્ષિણ-પૂર્વી સ્પેનમાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ... દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પાણીનો પ્રચંડ પ્રવાહ નીચાણવાળા વિસ્તારોમાંથી પસાર થઈ રહ્યો છે... કેટલીક જગ્યાએ મકાનો પાણીના પ્રવાહ સામે ઝીંક ન ઝીલી શકતાં ધરાશાયી થયા... જેમાં ફસાયેલા લોકોને બચાવવા માટે સ્થાનિક પ્રશાસને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યુ....

Trending Photos

સ્પેનમાં આભ ફાટ્યું! પાણીના વેણમાં વહ્યાં વાહનો, મકાન-દુકાનો ધરાશાયી, 60થી વધુનાં મોત
  • સ્પેનમાં કુદરતનો કહેર
  • તણખલાની જેમ વહેવા લાગી કાર
  • મકાન-દુકાનો ધરાશાયી, 51થી વધુનાં મોત
  • 12 ઈંચ વરસાદ ખાબકતાં ભારે તારાજી
  • લોકોનું ઘરની બહાર નીકળવું મુશ્કેલ
  • હવામાન વિભાગે ભારે વરસાદની કરી આગાહી

World News: અચાનક આકાશમાંથી અનરાધાર પાણી વરસે તો શું સ્થિતિ થાય તેનો અનુભવ સ્પેનના લોકોએ કર્યો... અહીંયા મૂશળધાર વરસાદ અને પૂરે  એવો કહેર મચાવ્યો કે 51થી વધારે લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો... જ્યારે પૂરની ઝપેટમાં આવી જતાં સેંકડો મકાન અને દુકાનો ધરાશાયી થઈ ગયા... તો અનેક વાહનો પાણીમાં તણખલાની જેમ તણાઈ ગઈ... ત્યારે સ્પેનમાં પૂરે કેવો કોહરામ મચાવ્યો?... જાણો વિગતવાર આ અહેવાલમાં...

પહેલાં 
વાવાઝોડાએ વેર્યો વિનાશ...
પછી 
આકાશમાંથી કરાનો થયો વરસાદ...
જોત જોતામાં આકાશમાંથી વરસ્યું અનરાધાર પાણી...
જળ ક્રાંતિના કારણે લોકો ઘરમાં કેદ થયા....
લક્ઝુરિયસ ગાડીઓ તણખલાંની જેમ તરવા લાગી....

આ તમામ દ્રશ્યો ભારતના નથી... પરંતુ ભારતથી 7937 કિલોમીટર દૂર આવેલાં સ્પેનના છે... દક્ષિણ-પૂર્વી સ્પેનમાં અચાનક આવેલી આકાશી આફતે કાળો કહેર મચાવ્યો... જેના કારણે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું... 

સ્પેનમાં ભયાનક પૂરે કેવી તારાજી સર્જી?... તેને ગ્રાફિક્સની મદદથી સમજવાનો પ્રયાસ કરીએ...
મંગળવારે સ્પેનમાં થોડા કલાકમાં 12 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો...
અચાનક પડેલાં વરસાદથી અનેક નદીઓમાં ઘોડાપૂર આવી ગયા....
જળબંબાકારના કારણે સ્કૂલ-કોલેજ બંધ રાખવાની ફરજ પડી...
વેલેન્સિયા એરપોર્ટ પર આવતાં 12 વિમાનને ડાયવર્ટ કરવા પડ્યા...
મલાગા નજીક 300 મુસાફરો સાથે જતી ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ...
વેલેન્સિયા અને મેડ્રિડ વચ્ચેની હાઈ-સ્પીડ રેલ સેવાને અસર થઈ...
પૂરની ઝપેટમાં આવી જતાં 51થી વધુ લોકોના મોત થયા છે....
અનેક મકાનો અને દુકાનો પડી જતાં હજારો લોકો બેઘર બન્યા છે...

દક્ષિણ-પૂર્વી સ્પેનમાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ... દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પાણીનો પ્રચંડ પ્રવાહ નીચાણવાળા વિસ્તારોમાંથી પસાર થઈ રહ્યો છે... કેટલીક જગ્યાએ મકાનો પાણીના પ્રવાહ સામે ઝીંક ન ઝીલી શકતાં ધરાશાયી થયા... જેમાં ફસાયેલા લોકોને બચાવવા માટે સ્થાનિક પ્રશાસને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યુ....પાણીમાં ફસાયેલા તમામ લોકોને બચાવવા માટે NDRFના જવાનો કેવી રીતે જીવની બાજી લગાવી દે છે તેની સાક્ષી પૂરે છે આ દ્રશ્યો... જેમાં NDRF જવાન મહિલા અને શ્વાનને મોતના મુખમાંથી બચાવીને સુરક્ષિત સ્થળે ખસેડે છે... 

લક્ઝુરિયસ ગાડીઓ પણ કુદરતના કહેર સામે વામણી પૂરવાર થઈ... દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અનેક વિસ્તારોમાં લક્ઝુરિયસ ગાડીઓ જાણે પાણીમાં સ્વિમિંગ કરી રહી છે... થોડીવારમાં ગાડીઓ પાણીમાં તણાઈને દૂર-દૂર સુધી પહોંચી ગઈ... જેના કારણે કાર માલિકોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.... સ્પેનમાં હજુ સંકટના વાદળ દૂર થયા નથી... કેમ કે હવામાન વિભાગે આ અઠવાડિયા સુધીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે... જેના કારણે લોકોની મુશ્કેલી વધશે તે નક્કી છે... 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news