Justin Trudeau ની 'ચીની લિંક' ઉજાગર થઈ, PLA ને આપ્યું હતું યુદ્ધાભ્યાસ માટે આમંત્રણ
ભારતના ખેડૂત આંદોલન(Farmers Protest) પર નિવેદનો આપનારા કેનેડિયન પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડો(Justin Trudeau) ની 'ચીની લિંક' ઉજાગર થઈ છે.
Trending Photos
ટોરન્ટો: ભારતના ખેડૂત આંદોલન(Farmers Protest) પર નિવેદનો આપનારા કેનેડિયન પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડો(Justin Trudeau) ની 'ચીની લિંક' ઉજાગર થઈ છે. એક રિપોર્ટમાં કહેવાયું છે કે ટ્રુડો ચીનની નજીક જઈ રહ્યા છે અને વર્ષ 2019માં તેમણે બંને દેશોની સેનાઓ વચ્ચે શિયાળામાં યુદ્ધાભ્યાસની યોજના પણ બનાવી હતી. જો કે એ વાત અલગ છે કે તેમની આ ઈચ્છા પૂરી થઈ શકી નહી. આ ખુલાસા બાદ હવે એ સવાલ જરૂરી બની ગયો છે કે શું જસ્ટિન ટ્રુડો બેઈજિંગના ઈશારે ખેડૂત આંદોલન અંગે નિવેદનો આપી રહ્યા છે જ્યારે આ તો સ્પષ્ટપણે ભારતનો આંતરિક મામલો છે.
આ કારણે ઈચ્છા પૂરી ન થઈ
ટોપ સિક્રેટ દસ્તાવેજોથી ખુલાસો થયો છે કે કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડો (Justin Trudeau) એ 2019માં ચીન અને કેનેડાની સેનાઓ વચ્ચે શિયાળાની ઋતુમાં યુદ્ધાભ્યાસની યોજના બનાવી હતી. યુદ્ધાભ્યાસની તમામ તૈયારીઓ પણ પૂરી થઈ ગઈ હતી પરંતુ છેલ્લી ઘડીએ કેનેડાના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જોનાથન વેન્સે(General Vance) તેના પર સવાલ ઊભા કરી દીધા અને ટ્રુડોની ઈચ્છા પૂરી થઈ શકી નહી.
ચીનને થશે ફાયદો
'ધ ગ્લોબ એન્ડ મેઈલ'ના રિપોર્ટ મુજબ ગુપ્ત દસ્તાવેજોથી જાણવા મળે છે કે જનરલ વેન્સના ચીની સેના સાથે અભ્યાસની યોજના રદ કર્યા બાદ વૈશ્વિક મામલાઓના મંત્રાલયે પોતાનું પગલું પાછું ખેંચવું પડ્યું હતું. અમેરિકાએ પણ આ સંયુક્ત અભ્યાસ પર ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે તેનાથી ચીનને ફાયદો થઈ શકે છે.
ભડકી ગયા હતા પ્રધાનમંત્રી
રિપોર્ટમાં એક ટોચના સૈન્ય અધિકારીના હવાલે કહેવાયું છે કે જનરલ વેન્સે અમેરિકાની ભલામણ પર ચીન સાથે યુદ્ધ અભ્યાસ અને તમામ પ્રકારના સૈન્ય સંવાદ રદ કર્યા હતા. જેને લઈને પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડો ખુબ નારાજ થયા હતા. ત્યારબાદ જનરલ વેન્સે વુહાનમાં ચાલી રહેલી મિલેટ્રી વર્લ્ડ ગેમ્સમાં કેનેડાના સૈનિકોને ભાગ લેવાની મંજૂરી આપી હતી.
Farmers Protest પર આપ્યું હતું નિવેદન
ગત અઠવાડિયે કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ ખેડૂત આંદોલન પર નિવેદનબાજી કરી હતી. એક સવાલના જવાબમાં તેમણે આંદોલન પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે કેનેડા દુનિયાભરમાં ક્યાંય પણ થતા શાંતિપૂર્ણ વિરોધના અધિકાર માટે હંમેશા ખડેપગે રહેશે. ત્યારબાદ ભારતીય વિદેશ મંત્રાલયે કેનેડાના હાઈ કમિશનરને તલબ કર્યા હતા. તેમને કહેવાયું હતું કે ભારતીય ખેડૂતો સંબંધિત મુદ્દાઓ પર કેનેડિયન પ્રધાનમંત્રી અને તેમના કેટલાક કેબિનેટ મંત્રીઓની ટિપ્પણી ભારતના આંતરિક મામલાઓમાં અસ્વીકાર્ય હસ્તક્ષેપ સમાન છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે