દુનિયાને જીવલેણ કોરોનાની ભેટ આપનાર ચીન પોતે નવા વર્ષે મોટી મુશ્કેલીમાં મુકાયું
Trending Photos
શાંઘાઈ: બ્રિટનથી શરૂ થયેલા કોરોના વાયરસનો નવો સ્ટ્રેન બહુ ઝડપથી ફેલાઈ રહ્યો છે અને હવે ચીનમાં તેનો પહેલો કેસ સામે આવ્યો છે. અત્રે જણાવવાનું કે અનેક રિપોર્ટ્સમાં એવો દાવો કરાયો છે કે કોરોના વાયરસ સંક્રમણની શરૂઆત એક વર્ષ પહેલા ચીનથી જ થઈ હતી અને ત્યારબાદ આ વાયરસ આખી દુનિયામાં ફેલાઈ ગયો.
23 વર્ષની યુવતીમાં મળ્યો નવો કોરોના સ્ટ્રેન
ચાઈના સેન્ટર ફોર ડિસિઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC)ના એક રિપોર્ટમાં દાવો કરાયો છે કે કોરોના વાયરસના નવા સ્ટ્રેનનો પહેલો કેસ શાંઘાઈની એક 23 વર્ષની છોકરીમાં મળી આવ્યો છે. જે 14 ડિસેમ્બરે બ્રિટનથી પાછી ફરી હતી. હળવા લક્ષણો જોવા મળ્યા બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી અને 24 ડિસેમ્બરના રોજ તેના નમૂનાનું પરીક્ષણ કરાયું. હવે તેના નીકટના લોકોની પણ તપાસ ચાલુ છે.
બ્રિટનથી આવતી અને જતી ફ્લાઈટ્સ પર રોક
ચીને કોરોનાના નવા સ્ટ્રેનને જોતા 24 ડિસેમ્બરના રોજ બ્રિટનથી આવતી અને જતી સીધી તમામ ફ્લાઈટ્સ પર અચોક્કસ મુદ્દત માટે રોક લગાવી દીધી હતી. ચીન ઉપરાંત અન્ય પણ અનેક દેશો બ્રિટનથી હવાઈ સેવા પર રોક લગાવી ચૂક્યા છે.
આ દેશોમાં અત્યાર સુધીમાં મળ્યો છે નવો કોરોના સ્ટ્રેન
અત્રે જણાવવાનું કે કોરોનાના આ નવા સ્ટ્રેનની સૌપ્રથમ પુષ્ટિ બ્રિટનમાં થઈ હતી ત્યારબાદ તે ભારત સહિત અનેક દેશોમાં ફેલાઈ ચૂક્યો છે. બ્રિટન, ભારત, અમેરિકા, સ્પેન, સ્વીડન, સ્વિટ્ઝરલેન્ડ, ફ્રાન્સ, ડેનમાર્ક, જર્મની, ઈટાલી, નેધરલેન્ડ્સ, ઓસ્ટ્રેલિયા, કેનેડા, જાપાન, લેબનાન, સિંગાપુર, અને નાઈજેરિયામાં કોરોનાના આ નવા સ્ટ્રેનના કેસ જોવા મળ્યા છે. આ ઉપરાંત સાઉથ આફ્રિકામાં કોરોનાનો એક નવો જ સ્ટ્રેન જોવા મળ્યો છે જે બ્રિટનમાં મળી આવેલા સ્ટ્રેન કરતા અલગ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે