Exclusive: 'મિત્ર' Nepalની જમીન પર પણ ચીને જમાવ્યો કબજો, બનાવી 9 બિલ્ડિંગ
Trending Photos
કાઠમાંડૂ: જમીનની ભૂખ શાંત કરવા માટે ચીને હવે તેના કથિત મિત્ર નેપાળની જમીન પર પણ કબજો જમાવ્યો છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, ચીનના માત્ર નેપાળની જમીન પર કબજો કર્યો પરંતુ ત્યાં 9 બિલ્ડિંગ બનાવી દીધી છે અને નેપાળને તેની જાણકારી પણ નથી. જ્યારે ચીનને નેપાણ પોતાનો સૌથી મોટો મિત્ર ગણાવે છે.
નપાળની જમીન પર બનાવી 9 બિલ્ડિંગ
મળતી માહિતી મુજબ, ચીને નેપાળ સરકારના વિશ્વાસ માટે વગર તેની સરહદમાં હુમલા જિલ્લામાં ઘૂસીને જમીનનો કબજો લીધો છે. આ સ્થળોએ, તેણે 9 ઇમારતો બનાવી છે અને હવે તે આ જમીનોને પોતાની માની રહ્યા છે. નેપાળ ચીનનો સહયોગી દેશ હોવા છતાં પણ તેના આ પગલાથી પરેશાન છે. ચીને હવે નેપાળી નાગરિકોને આખા વિસ્તારમાં પ્રવેશ કરતા અટકાવ્યા છે.
સરપંચે સરકારને આપી માહિતી
લપચા ગ્રામ સભાના સરપંચ વિષ્ણુ બહાદુર લામાએ જણાવ્યું કે તેઓ તેમના વિસ્તારમાં ફરવા ગયા હતા. પરંતુ ચીની સૈનિકોએ તેને લીમી ગામમાં પ્રવેશતા અટકાવ્યો. ચીની આર્મી ત્યાં નિર્માણ કાર્ય કરી રહી છે અને 9 ઇમારતો પણ પૂર્ણ થઈ ગઈ છે. લામાએ કહ્યું કે તેણે ચીની સૈનિકો સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ નિષ્ફળ ગયા અને ત્યાંથી પાછા ફર્યા.
નેપાળી સરહદની અંદર 2 કિ.મી.માં પ્રવેશ્યું ચીન
લામાએ તેના મોબાઇલમાંથી ચાઇનીઝ બિલ્ડિંગ્સની તસવીરો પણ લીધી છે. તેમણે કહ્યું કે, ચીની સૈનિકો નેપાળ સરહદથી બે કિલોમીટરની અંદર આવ્યા છે. વિશેષ બાબત એ છે કે નેપાળી નાગરિકો પોતાની જમીન પર જઈ શકતા નથી, પરંતુ ચીની નાગરિકો લીમી ગામમાં બેરોકટોક આવી રહ્યા છે. આ અંગે હુમલા જિલ્લા પ્રમુખ ચિરંજીવ ગિરી સાથે વાત કરવામાં આવી હતી, તેમણે કહ્યું કે તેમને આ વિશે કોઈ માહિતી નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે