લદ્દાખ બન્યો કેન્દ્રશાસિત પ્રદેશ તો ચીનના પેટમાં રેડાયું તેલ
ચીને જણાવ્યું કે, "ચીને હંમેશાં ભારતના વહીવટી અધિકાર ક્ષેત્રમાં રહેલી ચીન-ભારત સરહદના પશ્ચિમ ખંડમાં ભારતીય પક્ષ બાબતે વાંધો ઉઠાવ્યો છે, આ સ્થિતિ દૃઢ અને અટલ છે અને કોઈ પણ રીતે ક્યારેય પણ બદલાઈ નથી."
Trending Photos
બીજિંગઃ ભારત દ્વારા લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવા સામે વાંધો ઉઠાવતા ચીને મંગળવારે જણાવ્યું કે, આ પગલું સ્થાનિક સંપ્રભુતાની વિરુદ્ધ છે. ચીને ભારતને સાવચેત રહેવા અને સરહદના મુદ્દાને વધુ જટિલ ન બનાવવા સલાહ આપી છે. સામે પક્ષે ભારતે પણ ચીનને રોકડું પરખાવી દીધું કે, 'જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ-2019 એ ભારતની આંતરિક બાબત છે, ચીને તેમાં હસ્તક્ષેપ કરવો નહીં.'
ચીન તરફથી જણાવાયું છે કે, "ચીને હંમેશાં ભારતના વહીવટી અધિકાર ક્ષેત્રમાં રહેલી ચીન-ભારત સરહદના પશ્ચિમ ખંડમાં ભારતીય પક્ષ બાબતે વાંધો ઉઠાવ્યો છે, આ સ્થિતિ દૃઢ અને અટલ છે અને કોઈ પણ રીતે ક્યારેય પણ બદલાઈ નથી."
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા હુવા ચુનયિંગે જમ્મુ-કાશ્મીરમાં ભારત દ્વારા કરવામાં આવેલા પરિવર્તન અંગે જણાવાયું કે, "તાજેતરના દિવસોમાં ભારતે પોતાના ઘરેલુ કાયદાઓમાં કંઈક એ પ્રકારનું સંશોધન કર્યું છે, જેનાથી ચીનની સ્થાનિક સાર્વભૌમક્તા નબળી પાડી શકાય. આ બાબત અસ્વીકાર્ય છે."
ભારતે પણ ચીનને તાબડતોબ જવાબ આપતા કહ્યું કે, "અમે ભારતીય પક્ષ તરફથી સરહદના મુદ્દે સાવધાની રાખવાનો આગ્રહ કરીએ છીએ. જેથી બંને પક્ષ વચ્ચે થયેલા સંબંધિત સમાધાનને કડકાઈથી અમલ થઈ શકે અને સરહદના મુદ્દે વધુ ગુંચવણ પેદા ન થાય."
જૂઓ LIVE TV.....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે