કલમ 370 નાબૂદ થતા સુરતમાં 22 ફુટ લાંબી ‘370 કિલોની કેક’ કાપી કરાઇ ઉજવણી

માથાનો દુખાવા રૂપ બનેલી એવી જમ્મુ અને કાશ્મીરમાં લાગુ કરાયેલી કલમ 270 અને 35A ગઈકાલે હટાવી લેવામાં આવી છે, સરકારે જમ્મુ કાશ્મીર અને લદ્દાખને બે ભાગમાં વહેંચી દીધું છે, ત્યારે સમગ્ર દેશમાં બીજે દિવસે પણ ઉજવણી કરવામાં આવી રહી છે. સુરતમાં 370 કિલોની 22 ફુટ લાંબી કેક કાપવામાં આવી હતી.
 

કલમ 370 નાબૂદ થતા સુરતમાં 22 ફુટ લાંબી ‘370 કિલોની કેક’ કાપી કરાઇ ઉજવણી

તેજશ મોદી/સુરત: માથાનો દુખાવા રૂપ બનેલી એવી જમ્મુ અને કાશ્મીરમાં લાગુ કરાયેલી કલમ 270 અને 35A ગઈકાલે હટાવી લેવામાં આવી છે, સરકારે જમ્મુ કાશ્મીર અને લદ્દાખને બે ભાગમાં વહેંચી દીધું છે, ત્યારે સમગ્ર દેશમાં બીજે દિવસે પણ ઉજવણી કરવામાં આવી રહી છે. સુરતમાં 370 કિલોની 22 ફુટ લાંબી કેક કાપવામાં આવી હતી.

જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 અને 35A હટાવી દેવામાં આવી છે, જેને પગલે દેશના તમામ લોકોમાં ખુશીનો માહોલ છે, જોકે સૌથી ખુશ જમ્મુ કાશ્મીરના પંડિતો છે, સુરતમાં અભ્યાસ કરતા બે કાશ્મીરી વિદ્યાર્થીઓ સાથે ઝી 24 કલાકે વાતચીત કરી હતી અને તેમનો પ્રતિભાવ જાણવાનો પ્રયાસ કર્યો હતો.

કલમ 370 નાબુદ થતા કાશ્મીર પ્રવાસનને વેગ મળશે, ટુર ઓપરેટરને થશે મોટો ફાયદો

આ અંગે કેક બનાવાનો પ્લાન ઘડનાર આયોજકે જણાવ્યું કે, દેશના સ્વર્ગ ગણાતા કાશ્મીરમાંથી કલમ 370ની કલમ દૂર કરવાને કારણે રાષ્ટ્રભાવના દેશવાસીઓમાં જાગે તે હેતુંથી કેક કટ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. 370ની કલમનો કલંક દેશમાંથી દૂર થયો છે. આ કેકનું વજન 370 કિલો રાખવામાં આવ્યું છે. 

કલમ 370ને દૂર કરતા મોદીજીનું ટેટુ હાથ પર દોરાવી આ ગુજરાતીએ કરી અનોખી ઉજવણી

આ કેકનું વજન 370 કિલો છે અને તેની લંબાઇ 22 ફૂટ છે. આ કેકમાં પાકિસ્તાનનો નકશો બનાવામાં આવ્યો છે. જેમાં પાકિસ્તાનના અલગ અલગ રાજ્યો અને જિલ્લાઓ પણ બનાવવામાં આવ્યા હતા. જેને લોકો દ્વારા કટ કરીને ઉજવણી પણ કરી હતી. 

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news