Corona : તૂટ્યા જૂના તમામ રેકોર્ડ! 1 દિવસમાં સામે આવ્યા 16 લાખ કેસ, આટલા લોકોના મોત
કોરોના મહામારીને લઇને ફરી આખી દુનિયામાં સ્થિતિ બગડતી જોવા મળી રહી છે. આખી દુનિયામાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનનો કહેર વધી રહ્યો છે. WHO એ પણ આખી દુનિયાને ચેતાવણી આપતાં કહ્યું કે કોરોના ગંભીર રૂપ ધારણ કરી રહ્યો છે.
Trending Photos
નવી દિલ્હી: કોરોના મહામારીને લઇને ફરી આખી દુનિયામાં સ્થિતિ બગડતી જોવા મળી રહી છે. આખી દુનિયામાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનનો કહેર વધી રહ્યો છે. WHO એ પણ આખી દુનિયાને ચેતાવણી આપતાં કહ્યું કે કોરોના ગંભીર રૂપ ધારણ કરી રહ્યો છે. દુનિયાભરમાં ગત અઠવાડિયે કોરોનાના કેસમાં 11% નો વધારો થયો છે. અમેરિકા, ફ્રાંસ અને બ્રિટનમાં કોરોનાના નવા કેસોએ તમામ રેકોર્ડ તોડી દીધા છે. ગત દિવસોમાં 16 લાખથી વધુ કેસ સામે આવ્યા છે અને 7 હજારથી વધુ મોત થયા છે.
એક દિવસમાં અત્યાર સુધીના સૌથી વધુ કેસ
WHO ચીફ ટ્રેડોસ ગેબ્રેયેસસ (Tedros Ghebreyesus) એ જણાવ્યું કે 20 થી 26 ડિસેમ્બરની વચ્ચે લગભગ 50 લાખ નવા કેસ નોંધાયા છે. તેમાંથી અડધાથી વધુ યુરોપમાં હતા. એક આંકડા અનુસાર, બુધવારે દુનિયાભરમાં 16.13 લાખ નવા કેસ નોંધાયા છે અને 7,391 લોકોના મોત થયા છે. જ્યારથી કોરોના મહામારી (Corona Pandemic) શરૂ થઇ છે, ત્યારથી આ પ્રથમ વખત છે જ્યારે એક દિવસમાં આટલા કેસ નોંધાયા છે.
આ દેશોમાંથી સામે આવી રહ્યા છે રેકોર્ડબ્રેક કેસ
અમેરિકાઃ અમેરિકામાં બુધવારે 2.65 લાખથી વધુ નવા કેસ નોંધાયા છે. અગાઉ 11 જાન્યુઆરીએ 2.52 લાખ કેસ નોંધાયા હતા. ઓમિક્રોનના ખતરા વચ્ચે યુએસમાં ઘણી ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે.
ફ્રાન્સઃ ફ્રાન્સમાં બુધવારે 2.08 લાખ કેસ નોંધાયા હતા. તમને જણાવી દઈએ કે મંગળવારે જ દેશમાં 1.80 લાખ કેસ આવ્યા હતા, જે યુરોપના કોઈપણ દેશમાં આવેલા કોરોના કેસનો રેકોર્ડ હતો. ફ્રાન્સના સ્વાસ્થ્ય મંત્રી ઓલિવિયર વેરાને કહ્યું કે આપણા દેશમાં દર સેકન્ડે 2 લોકો પોઝિટિવ આવી રહ્યા છે.
બ્રિટનઃ બ્રિટનમાં બુધવારે 1.83 લાખથી વધુ નવા કેસ નોંધાયા હતા, જે અત્યાર સુધીનો રેકોર્ડ છે. જ્યારે 57 દર્દીઓના મૃત્યુ થયા છે. બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને (Boris Johnson) લોકોને નવા વર્ષની સાવચેતી સાથે ઉજવણી કરવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે હજુ પણ હોસ્પિટલોમાં ઘણા એવા ડોકટરો છે જેમને બૂસ્ટર ડોઝ મળ્યો નથી.
અર્જેન્ટીના: બુધવારે, આર્જેન્ટિનામાં 42,032 નવા કેસ નોંધાયા, જે મે પછી સૌથી વધુ છે.
ઇટલી: ઇટલીમાં બુધવારે 98,030 નવા કેસ નોંધાયા હતા, જ્યારે એક દિવસ પહેલા અહીં 78,313 કેસ નોંધાયા હતા.
'નિષ્ફળ જશે દુનિયાની તમામ આરોગ્ય વ્યવસ્થા'
WHO ચીફ ટેડ્રોસ એડનોમ ગેબ્રિયાસિસે કહ્યું કે ડેલ્ટા અને ઓમિક્રોન વેરિઅન્ટ્સની એવી સુનામી આવશે કે હેલ્થ સિસ્ટમ વિનાશની આરે પહોંચી જશે. ગેબ્રીઆસિસે કહ્યું કે 'દુનિયાભરની આરોગ્ય સિસ્ટમ પોતાની ક્ષમતાઓથી આગળ જઇને કામ કરી રહી છે. ત્યારબાદ ડેલ્ટા અને ઓમિક્રોન જેવા બંને ખતરા સંક્રમણના આંકડાને રેકોર્ડ ઊંચાઈ પર લઈ જશે. જેથી હોસ્પિટલાઇજેશન અને મૃત્યુમાં વધારો થશે.' જોકે, WHOએ આશા વ્યક્ત કરી છે કે આવતા વર્ષ સુધીમાં દુનિયા આ મહામારીને માત આપી દેશે.
ડેલ્ટાથી આગળની વસ્તુ છે ઓમિક્રોન
WHO એ ઓમિક્રોન વિશે કહ્યું કે તેનાથી સંબંધિત જોખમ ઘણું વધારે છે. સંક્રમણની દ્રષ્ટિએ, તેણે ડેલ્ટા વેરિઅન્ટને પાછળ છોડી દીધો છે. તેના કેસ 2 થી 3 દિવસમાં બમણા થઈ રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે