કોરોના પર થયો વધુ એક ચોંકાવનારો ખુલાસો, ચીન નહીં પણ આ દેશમાં જોવા મળ્યો હતો વાયરસ!
સમગ્ર દેશમાં એ વાતનો શોર છે કે ચીનમાં કોરોના વાઈરસ જન્મ્યો અને સમગ્ર વિશ્વમાં ફેલાયો પરંતુ ઈટાલીના પ્રસિદ્ધ ચિકિત્સા વિશેષજ્ઞએ એક મોટા રહસ્ય પરથી પડદો ઉઠાવ્યો છે. તેમણે જણાવ્યું કે ચીન અગાઉ આ વાયરસ ઈટાલીમાં પ્રવેશી ચૂક્યો હતો.
Trending Photos
બેઈજિંગ: સમગ્ર દેશમાં એ વાતનો શોર છે કે ચીનમાં કોરોના વાઈરસ જન્મ્યો અને સમગ્ર વિશ્વમાં ફેલાયો પરંતુ ઈટાલીના પ્રસિદ્ધ ચિકિત્સા વિશેષજ્ઞએ એક મોટા રહસ્ય પરથી પડદો ઉઠાવ્યો છે. તેમણે જણાવ્યું કે ચીન અગાઉ આ વાયરસ ઈટાલીમાં પ્રવેશી ચૂક્યો હતો.
હાલમાં જ ઈટાલીના પ્રસિદ્ધ ચિકિત્સા વિશેષજ્ઞ ગિયુસેપ્પે રેમુજ્ઝીએ અમેરિકી મીડિયાને ઈન્ટરવ્યુ આપતા કહ્યું કે કોવિડ-19નો સંદિગ્ધ વાયરસ ગત વર્ષ નવેમ્બર તથા ડિસેમ્બરમાં ઈટાલીમાં હાજર હતો. નોંધનીય છે કે ગિયુસેપ્પે ઈટાલી એટલે સુધી કે સમગ્ર યુરોપમાં પ્રસિદ્ધ મારિયો નેગરી ફાર્માકોલોજી અનુસંધાન પ્રતિષ્ઠાનના અધ્યક્ષ છે. અમેરિકી રાષ્ટ્રીય સાર્વજનિક રેડિયોએ 19 માર્ચના રોજ પોતાની વેબસાઈટ પર તેમનો ઈન્ટરવ્યું પ્રકાશિત કર્યો હતો.
કાર્યક્રમના હોસ્ટે જ્યારે ગિયુસેપ્પેને પૂછ્યું કે શું 21 ફેબ્રુઆરીના રોજ મહામારીના પ્રકોપમાં ઈટાલીએ કઈ જ તૈયારી નહતી કરી? તો ગિયુસેપ્પે જવાબ આપ્યો કે તેમને હાલ સામાન્ય ચિકિત્સકો દ્વારા એ તાજી જાણકારી મળી કે તે ચિકિત્સકોની યાદમાં ગત વર્ષના નવેમ્બર તથા ડિસેમ્બરમાં તેમણે વૃદ્ધોમાં અજીબ ન્યુમોનિયાના લક્ષ્ણો જોયા હતાં. દર્દીઓની સ્થિતિ ખુબ ગંભીર હતી. તેનાથી સ્પષ્ટ થાય છે કે કદાચ ચીનમાં મહામારીના પ્રકોપ અગાઉ આ વાયરસ લોમ્બાર્ડી વિસ્તારમાં ફેલાવવા લાગ્યો હતો.
જુઓ LIVE TV
ગિયુસેપ્પેના 11 માર્ચના રોજ એક અખબારમાં પ્રકાશિત તેમના એક લેખ મુજબ 11 માર્ચ બાદ ચાર અઠવાડિયામાં ઈટાલીમાં સંક્રામક રોગીઓની સંખ્યા કદાચ 40 હજારથી વધુ પહોંચી જશે. આ સાથે જ ચાર હજાર આઈસીયુ બેડની જરૂર પડેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે