NYTનો રિપોર્ટ- સમય રહેતા ટ્રમ્પને મળી ગઈ હતી કોરોનાની ચેતવણી, કરી દીધી નજરઅંદાજ
અખબાર લખે છે કે વ્હાઇટ હાઉસના વરિષ્ઠ સલાહકારો, કેબિનેટના વરિષ્ઠ સહયોગીઓ અને સુરક્ષા વિભાગે ખતરાની ઘંટી વગાડી અને ટ્રમ્પને કહ્યું કે, આ ચેતવણી પર આક્રમક કામ કરવાની જરૂર છે જેથી કોરોનાના ખતરાને ટાળી શકાય, પરંતુ ટ્રમ્પની પ્રતિક્રિયા ધીમી રહી હતી.
Trending Photos
વોશિંગટનઃ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને યૂએસ સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓએ ચેતવણી આપી હતી કે દેશમાં એક સંભવિત મહામારીનો ખતરો મંડરાઇ રહ્યો છે પરંતુ ટ્રમ્પે આ ચેતવણીની ગંભીરતાને નજરઅંદાજ કરી દીધી હતી. આ ખુલાસો અમેરિકાના સમાચાર પત્ર ન્યૂયોર્ક ટાઇમ્સે કર્યો છે. ન્યૂયોર્ક ટાઇમ્સે કહ્યું કે, આ સંદેશ પર કામ કરવાની જગ્યાએ ટ્રમ્પ આ મેસેજને દબાવવામાં રહી ગયા હતા.
ન્યૂયોર્ક ટાઇમ્સમાં આ બાબતે એક ગુપ્ત રિપોર્ટ પ્રકાશિત કરવામાં આવ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, ગુપ્તચર વિભાગ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો અને સરકારી સ્વાસ્થ્ય અધિકારીઓ તરફથી એક સંભવિત મહામારીની ચેતવણી ટ્રમ્પને આપવામાં આવી હતી અને તેમને તેની અસર વિશે પણ જણાવવામાં આવ્યું હતું.
ટ્રમ્પને તમામ જાણકારી મળતી રહી
ન્યૂયોર્ક ટાઇમ્સ લખે છે, 'સામાજીક મતભેદ, યોજનાની કમી અને ટ્રમ્પનું પોતાના સહજ જ્ઞાન પર વિશ્વાસ ન કરવાને કારણે આ બીમારીના નિવારણની પ્રક્રિયામાં વિલંબ થયો છે.' અમેરિકામાં કોરોના વાયરસને કારણે 20 હજાર લોકોના મૃત્યુ થયા છે અને લગભગ 5 લાખ 30 હજાર આ બીમારીથી પીડિત છે.
ધીમી રહી રાષ્ટ્રપતિની પ્રતિક્રિયા
અખબારમાં કહેવામાં આવ્યું છે કે વ્હાઇટ હાઉસના વરિષ્ઠ સલાહકારો, કેબિનેટના વરિષ્ઠ સહયોગીઓ અને સુરક્ષા વિભાગે ખતરાની ઘંટી વગાડી અને ટ્રમ્પને કહ્યું કે, આ ચેતવણી પર આક્રમક કામ કરવાની જરૂર છે જેથી કોરોનાના ખતરાને ટાળી શકાય, પરંતુ ટ્રમ્પની પ્રતિક્રિયા ધીમી રહી હતી.
આર્થિક અને રાજકીય પ્રભાવમાં ગુંચવાય ગયા ટ્રમ્પ
અખબાર કહે છે કે સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓ પાસેથી જે ભલામણો આવતી હતી તેના પર આંતરિક ચર્ચા દરમિયાન આર્થિક અને રાજકીય પ્રબાવ પર ચર્ચા થતી હતી, પરિણામે તે બાબતે મોડા નિર્ણયો લેવામાં આવ્યા. અખબારે કહ્યું કે, નેશનલ સિક્યોરિટી કાઉન્સિલના અધિકારીઓએ જાન્યુઆરીમાં વુહાનથી પેદા થયેલા આ વાયરસના સંભવિત ખતરા વિશે ચેતવણી મળી ગઈ હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, 'સ્ટેટ ડિપાર્ટમેન્ટના મહામારીના નિષ્ણાંતોએ ચેતવણી આપી હતી કે આ વાયરસ મહામારીનું રૂપ લઈ શકે છે. ડિફેન્સ ઈન્ટેલિજેન્સ સાથે જોડાયેલી એક સંસ્થા નેશનલ સેન્ટર ફોર મેડિકલ ઇન્ટેલિજન્સે પણ આવું સૂચન કર્યું હતું.'
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે