શ્રીલંકા: કોલંબોમાં એક બોમ્બ નિષ્ક્રિય, 5 ભારતીય સહિત 290 લોકોના મોત
લંકામાં સોમવારે કોલંબો એરપોર્ટ પાસે વધુ એક જીવતો બોમ મળી આવ્યો છે. જોકે પોલીસે સમયસર તેને નિષ્ક્રિય કરી દીધો હતો. સાથે જ રવિવારે થયેલા બ્લાસ્ટના સંબંધમાં 13 શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી છે.
Trending Photos
કોલંબો: શ્રીલંકામાં સોમવારે કોલંબો એરપોર્ટ પાસે વધુ એક જીવતો બોમ મળી આવ્યો છે. જોકે પોલીસે સમયસર તેને નિષ્ક્રિય કરી દીધો હતો. સાથે જ રવિવારે થયેલા વિસ્ફોટના સંબંધમાં 13 શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે રવિવારના વિસ્ફોટ બાદ દેશમાં લાગેલા કર્ફ્યૂને સોમવારે સવારે 6 વાગે હટાવી લેવામાં આવ્યો છે. રવિવારના શ્રીલંકાના ચર્ચો અને ફાઇવ-સ્ટાર હોટલોમાં ઇસ્ટરના સમયે આત્મઘાતી હુમલો સહિત આઠ બોમ્બ બ્લાસ્ટમાં 290 લોકોના મોત થયા છે જ્યારે 500થી લોકો ઘાયલ થયા છે. આ વિસ્ફોટમાં 5 ભારતીયોના મોત થયા છે.
લિટ્ટેની સાથે ખૂની સંઘર્ષના દૂર થયા બાદ લગભગ એક દશક બાદ શ્રીલંકાની શાંતિ આ ઘટનાથી ભંગ થઇ ગઇ છે. આ બ્લાસ્ટમાં મોતને ભેટનાર લોકોને દુનિયાભરમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. ફ્રાન્સના પેરિસમાં એફિલ ટાવરની લાઇટ મધરાતે બંધ થઈ હતી. આ ઉપરાંત, ભારતમાં સ્થિત મહાબોધી મંદિરમાં બૌદ્ધ સાધુઓ પ્રાર્થના કરે છે.
વિદેશ મંત્રી સુષમા સ્વરાજે ટ્વિટ કરી પાંચ ભારતીયોની ઓળખ લક્ષ્મી, કેઝી, હનુમંથરૈયપ્પા, એમ રંગપ્પા, નારાયણ ચંદ્રશેખર અને રેમશ તરીકે કરી છે. તેમણે ટ્વિટમાં કહ્યું, કોલંબોના ભારતીય હાઈ કમિશ્નરએ જાણ કરી છે કે નેશનલ હોસ્પિટલે તેમને ભારતીયોના મોત થયા વિશે માહિતી આપી છે. આ વિસ્ફોટમાં ભારતીય નાગરિક સહિત લગભગ 500 લોકો ઘાયલ થયા છે. રવિવારના આ વિસ્ફોટની જવાબદારી અત્યાર સુધી કોઇ સંગઠને લીધી નથી.
પોલીસના પ્રવક્તા રૂવન ગુણશેખરાએ જણાવ્યું કે આ શ્રીલંકામાં થયેલા અત્યાર સુધીના સૌથી ભયાનક હુમલામાંથી એક છે. આ વિસ્ફોટ સ્થાનીક સમયાનુસાર સવારે 8:45 આસપાસ ઇસ્ટર પ્રાર્થના સભા દરમિયાન કોલંબોના સેન્ટ એન્થના ચર્ચ, પશ્ચિમ તટીય શહેર નેગોમ્બોના સેન્ટ સેબેસ્ટિયન ચર્ચ અને બટ્ટિકલોવાના જિયોન ચર્ચમાં થયા હતા. કોલંબોના થ્રી-ફાઇવ સ્ટાર હોટલ- શાંગરી લા, સિનામોન ગ્રેંડ અને કિંગ્સબરીને પણ નિશાન બનાવવામાં આવી હતી. ગુણશેખરાએ બ્લાસ્ટમાં 2017 લોકોના મોત થયાની પુષ્ટિ કરી હતી. જો કે, સ્થાનિક ન્યૂઝ ચેનલ ફર્સ્ટના અનુસાર મૃતકોની સંખ્યા 215 છે.
શ્રીલંકાના પ્રવાસન વિભાગના અધ્યક્ષ કિશુ ગોમ્સે જણાવ્યું હતું કે, વિસ્ફોટોમાં 33 વિદેશી નાગરિકોના મોત થયા છે. એવું માનવામાં આવે છે કે ફક્ત એક સંગઠને આ વિસ્ફોટો કર્યા છે. નેશનલ હોસ્પિટલના ડાયરેક્ટર ડો. અનિલ જયસિંઘે 33 માંથી 12 વિદેશી નાગરિકોની ઓળખ કરી છે, જેમા ભારતના ત્રણ, ચીનમાંથી બે અને પોલેન્ડ, ડેનમાર્ક, જાપાન, પાકિસ્તાન, અમેરિકા, મોરોક્કો અને બાંગ્લાદેશમાંથી એક-એક નાગરીક સામેલ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે