UNGA માં ઈમરાન ખાને ભાંગરો વાટ્યો? ભારતની સાથે સાથે હવે અમેરિકા પણ આકરા પાણીએ!
ઈમરાન ખાનના નિવેદન પર એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તેમણે રીગનના નિવેદને તોડી મરોડીને રજુ કર્યું જેથી કરીને અફઘાનિસ્તાનમાં મુજાહિદ્દીનોથી લઈને તાલિબાન સુધીના ઉદય માટે અમેરિકાને તેમનો ઈતિહાસ યાદ અપાવીને નિશાન પર લઈ શકાય.
Trending Photos
નવી દિલ્હી: સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પોતાના ભાષણને લઈને ઈમરાન ખાન ભારતના નિશાના પર તો છે જ પણ સાથે સાથે હવે તેમના પર ખોટું બોલવાનો આરોપ પણ લાગ્યો છે. વાત જાણે એમ છે કે ઈમરાન ખાને શનિવારે એક રેકોર્ડેડ મેસેજ આપ્યો હતો. જેમાં તેમણે કહ્યું હતું કે અફઘાનિસ્તાનમાં 'ગેરકાયદેસર કબજા' વિરુદ્ધ 1980ના દાયકામાં ચાલી રહેલી લડતમાં પાકિસ્તાન આગળ હતું અને અમેરિકા સાથે મળીની મુજાહિદ્દીન સમૂહોને ટ્રેઈન કરી રહ્યું હતું. પાક પીએમએ જણાવ્યું કે આઝાદીની લડત લડી રહેલા આ યોદ્ધાઓને હીરો ગણવામાં આવતા હતા અને તત્કાલિન રાષ્ટ્રપતિ રોનાલ્ડ રેગને તેમને 1983માં વ્હાઈટ હાઉસ બોલાવ્યા હતા.
આગળ ઈમરાન ખાને કહ્યું હતું કે રેગને આ મુજાહિદ્દીન ફાઈટર્સની સરખામણી અમેરિકાનો પાયો નાખનારા લીડર્સ સાથે કરી હતી. ઈમરાનની આ વાત સોશિયલ મીડિયામાં લોકોને ગળે ઉતરતી નથી. એટલે સુધી કે PML-N ઉપાધ્યક્ષ મરિયમ નવાઝે પણ કહ્યું કે ઈમરાન ખાનનું ભાષણ લખનારને નહીં પરંતુ ખુદ ઈમરાન ખાનને 'નોકરીમાંથી કાઢી મૂકવા જોઈએ.'
ઈમરાન ખાને તોડી મરોડીને રજુ કરી હતી સ્પીચ?
ઈમરાન ખાનના નિવેદન પર એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તેમણે રીગનના નિવેદને તોડી મરોડીને રજુ કર્યું જેથી કરીને અફઘાનિસ્તાનમાં મુજાહિદ્દીનોથી લઈને તાલિબાન સુધીના ઉદય માટે અમેરિકાને તેમનો ઈતિહાસ યાદ અપાવીને નિશાન પર લઈ શકાય. એવું પણ કહેવાઈ રહ્યું છે કે રેગને પોતાના ભાષણમાં મુજાહિદ્દીનની તુલના અમેરિકાના 'ફાઉન્ડિંગ ફાધર્સ' સાથે કરી જ નહતી. આરોપ છે કે એક ડોક્ટર્ડ વીડિયો પણ શેર કરવામાં આવી રહ્યો છે જેમાં રીગનના ભાષણને એડિટ કરાયું છે.
A clarification is in order from Imran Khan's UNGA speech. He said Ronald Reagan compared the Afghan mujahideen to the US founding fathers. That's untrue. In a 1985 speech, he had described Nicaraguan rebels in that way. He referred to Afghan mujahideen only as freedom fighters.
— Michael Kugelman (@MichaelKugelman) September 25, 2021
રીગને અસલમાં શું કહ્યું હતું?
અમેરિકાની એક સરકારી વેબસાઈટ પર આર્કાઈવ્સમાં હાજર સ્પીચમાં રીગને કહ્યું હતું કે 'આઝાદીના આંદોલન ઊભા થાય છે અને પોતાને આગળ કરે છે. આ લગભગ દરેક મહાદ્વિપ પર જ્યા માણસો છે ત્યાં થઈ રહ્યું છે, અફઘાનિસ્તાનના પહાડોમાં, અંગોલામાં, કાંપૂચિયામાં, મધ્ય અમેરિકામાં. આઝાદીના યોદ્ધાઓનો ઉલ્લેખ કરીને આપણે બધા આજે સન્માનિત છીએ કે આપણી વચ્ચે અફઘાન ફ્રીડમ ફાઈટર્સને લીડ કરનારા બહાદુર કમાન્ડર અબ્દુલ હક હાજર છે. અબ્દુલ હક અમે તમારી સાથે છીએ.'
તેઓ આગળ કહે છે કે 'તે આપણા ભાઈ છે, આ ફ્રીડમ ફાઈટર્સ અને આપણે તેમની મદદ કરવી પડશે. મે હાલમાં જ નિકારગુઆના ફ્રીડમ ફાઈટર્સ સાથે વાત કરી છે. તમે તેમનું સત્ય જાણો છો. તમને ખબર છે કે તેઓ કોની સાથે અને કેમ લડી રહ્યા છે. તેઓ આપણા ફાઉન્ડિંગ ફાધર્સ અને ફ્રાન્સના વિરોધ આંદોલનના બહાદુર મહિલાઓ અને પુરુષોથી નૈતિક રીતે સમાન છે. આપણે તેમનાથી મોઢું ફેરવી શકીએ નહીં કારણ કે સંઘર્ષ રાઈટ કે લેફ્ટ વચ્ચે નથી પરંતુ યોગ્ય અને અયોગ્ય વચ્ચે છે.'
Some accounts have shared footage of Reagan's 1985 speech that has been edited to exclude a key line: "I've spoken recently of the freedom fighters of Nicaragua." After that comes the reference to "They are the moral equal of our Founding Fathers...." https://t.co/v5VaVqqaRY
— Michael Kugelman (@MichaelKugelman) September 25, 2021
ઈમરાનના સપોર્ટર્સ 'ખોટું' માનવા તૈયાર નથી
જો કે ઈમરાન ખાનના સમર્થનમાં ઉતરેલા લોકોનું કહેવું છે કે રીગને ભલે એક વાક્યમાં એ ન કહ્યું હોય કે મુજાહિદ્દીન અમેરિકાની સ્થાપના કરનારા નેતાઓ જેવા હતા, પરંતુ તેમણે તમામ ફ્રીડમ ફાઈટર્સ વિશે એવું કહ્યું છે અને એ પણ સ્વીકાર્યું છે કે મુજાહિદ્દીન ફ્રીડમ ફાઈટર્સ હતા. આથી આ કહેવું 'ખોટું' નથી કે રીગન બધાને એક જ પ્રકારે જોતા હતા. હકીકતમાં પાકિસ્તાન અને ચીન જેવા તેના સાથી અફઘાનિસ્તાનની હાલની સ્થિતિ માટે અમેરિકાને જવાબદાર ઠેરવે છે કારણ કે જે મુજાહિદ્દીનનું સમર્થન 1980ના દાયકામાં અમેરિકા કરતું હતું તે આગળ જઈને તાલિબાનનું સ્વરૂપ લઈને આતંક મચાવતું રહ્યું છે.
અત્રે જણાવવાનું પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાને આ ભાષણમાં કાશ્મીર વિશે પણ અનેક એલફેલ વાતો કરી. કાશ્મીર પર મગરના આંસુ સાર્યા. ઈમરાન ખાને કહ્યું કે કાશ્મીરની ડેમોગ્રાફીમાં ભારત ફેરફાર કરવા માંગે છે. આ ઉપરાંત ઈમરાન ખાને અલગાવવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાનીને શહીદ ગણાવી નાખ્યા. પાકિસ્તાનના પીએમએ કહ્યું કે જમ્મુ-કાશ્મીર વિવાદના સમાધાનથી જ ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતિ સ્થપાશે.
ઈમરાન ખાનને ભારતે આપ્યો જડબાતોડ જવાબ
UNGA માં ઈમરાન ખાને ભારત વિરુદ્ધ જુઠ્ઠાણું ફેલાવ્યું અને આંતરરાષ્ટ્રીય મંચ પરથી ભારત વિરુદ્ધ પ્રોપગેન્ડા ફેલાવવાની કોશિશ કરી. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના પ્રથમ સચિવ સ્નેહા દુબેએ ઈમરાન ખાનને જડબાતોડ જવાબ આપ્યો. તેમણે કહ્યું કે ભારત વિરુદ્ધ પાકિસ્તાન જુઠ્ઠાણું ફેલાવી રહ્યું છે. પાકિસ્તાન આતંકવાદનો ગઢ છે. પાકિસ્તાનમાં આતંકીઓ ખુલ્લેઆમ ઘૂમે છે. ઈમરાન ખાન લાદેનના ગુણગાન ગાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે